ગુજરાત

gujarat

અલંગમાં માર્કો પોલો ભંગાણ અર્થે આવશે, આ જહાજ છે 55 વર્ષનું સૌથી જૂનું

By

Published : Jan 7, 2021, 7:52 PM IST

અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં એક પછી એક લકઝરીયસ જહાજો ભંગાણ અર્થે આવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૩ લક્ઝરીયસ જહાજ અને એક નૈવીમાં ૫૪ વર્ષ કામ કરનાર વિરાટ જહાજ બાદ વધુ એક માર્કો પોલો નામનું જહાજ ભંગાણ અર્થે આવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે.

અલંગમાં માર્કો પોલો ભંગાણ અર્થે આવશે, આ જહાજ છે 55 વર્ષનું સૌથી જુનું
અલંગમાં માર્કો પોલો ભંગાણ અર્થે આવશે, આ જહાજ છે 55 વર્ષનું સૌથી જુનું

  • માર્કો પોલો નામનું જહાજ ભંગાણ અર્થે
  • 55 વર્ષનું સૌથી જૂનું જહાજ છે
  • માર્કો પોલો જહાજ અલંગ શિપ બ્રેકીંગ યાર્ડના અંતિમ સફરે નીકળી ચૂક્યું

    ભાવનગર: અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં એક પછી એક લકઝરીયસ જહાજો ભંગાણ અર્થે આવી રહ્યા છે.અત્યાર સુધીમાં ૩ લક્ઝરીયસ જહાજ અને એક નૈવીમાં ૫૪ વર્ષ કામ કરનાર વિરાટ જહાજ બાદ વધુ એક માર્કો પોલો નામનું જહાજ ભંગાણ અર્થે આવી રહ્યાના સમાચાર મળી રહ્યા છે.

માર્કો પોલો નામનું 55 વર્ષનું સૌથી જૂનું જહાજ ભંગાણ અર્થે


ભાવનગરના અલંગ શીપ બ્રેકીંગ યાર્ડમાં કોરોના કાળ બાદની સ્થિતિએ અલંગ ઉદ્યોગ ધીમેધીમે સ્થિરતા પર આવી રહ્યો હોય તેમ એક પછી એક મોટા જહાજો,પેસેન્જર જહાજો તેમજ લકઝરીયસ જહાજો ભંગાણ અર્થે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અલંગ ખાતે ૩ લકઝરીયસ જહાજોમાં કર્નીકા,એમવી ડ્રીમ અને વિરાટ જહાજ ભંગાણ અર્થે આવતા શીપ યાર્ડોમાં તેજીનો માહોલ સર્જાયો છે.ત્યાં વધુ એક માર્કો પોલો નામનું 55 વર્ષનું સૌથી જુનું જહાજ ભંગાણ અર્થે આવવાના સમાચાર મળી રહ્યા છે.


જહાજ કોના દ્વારા ખરીદવામાં આવ્યું છે તે કહેવું મુશ્કેલ

અલંગ ખાતે ભંગાણ અર્થે આવતા માર્કો પોલો જહાજ એ માહિતી અનુસાર જહાજોમાનું સૌથી જૂનું લકઝરીયસ ક્રુજ શીપ માનવવામાં આવી રહું છે.કોરોના કાળ દરમિયાન જહાજ પડ્યું રહેતા શીપ ઓનર દ્વારા ભંગાણ માટે મોકલવામાં આવી રહ્યુ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પરંતુ હાલ આ જહાજ કોના દ્વારા ખરીદવામાં આવ્યું છે તે કહેવું મુશ્કેલ છે.

ABOUT THE AUTHOR

...view details