ગુજરાત

gujarat

શું તમે જાણો છો સૌરાષ્ટ્રમાં વૃક્ષની એક ડાળી કાપવા માટે પણ લેવી પડે છે મંજૂરી, ગેરકાયદેસર વૃક્ષ છેદન માટે થઈ શકે છે દંડ

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 6:24 PM IST

સૌરાષ્ટ્રમાં એક વૃક્ષની ડાળી કાપવા માટે પણ મંજૂરી ફરજિયાત છે. વૃક્ષ કાપવા માટે કારણો રજૂ કરવા પડે છે. કોઈ પણ ગેરકાયદેસર વૃક્ષ છેદન કરે તો દંડની જોગવાઈ છે. ETV ભારતે સૌરાષ્ટ્રના અલગ બનેલા કાયદાને લઈને અહીં થોડી માહિતી એકઠી કરી છે. જેમાં સામાન્ય વ્યક્તિને પણ સમજ આવે કે એક ડાળ પણ વૃક્ષની કાપવા માટે મંજૂરી ક્યાંથી લઈ શકાય.

saurashtra tree felling act 1951
saurashtra tree felling act 1951

સૌરાષ્ટ્રમાં એક વૃક્ષની ડાળી કાપવા માટે પણ મંજૂરી ફરજિયાત

ભાવનગર: શહેરી વિસ્તારમાં સામાન્ય રીતે દરેક ઘરોમાં વૃક્ષો ઉગાડવામાં આવે છે. પરંતુ ભવિષ્યમાં તેને કાપવાની પણ ફરજ પડતી હોય છે. ત્યારે મોટાભાગે લોકોને ખ્યાલ નથી હોતો કે વૃક્ષની એક ડાળી કાપવા માટે પણ મંજૂરી ફરજિયાત છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષની ડાળીથી લઈને વૃક્ષને મૂળમાંથી કાપવા માટે શું કાયદાઓ બનેલા છે અને મંજૂરી કઈ રીતે મેળવી શકાય છે. જો ગેરકાયદેસર કાપશો તો દંડની પણ જોગવાઈ છે.મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારી કે કે ગોહિલે આ વિશે સમગ્ર માહિતી આપી હતી. આ સમગ્ર વિગત અમે તમને જણાવીશું.

કોની પાસેથી લેવાની હોય છે મંજૂરી: સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં વૃક્ષછેદન માટે 1951માં કાયદો લાવવામાં આવ્યો હતો. જો કે તેમાં 1982માં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ 1951 મુજબ શહેરી વિસ્તારમાં વૃક્ષ કાપવા માટે મહાનગરપાલિકાના કમિશનરની મંજૂરી મેળવવાની રહે છે. આ સાથે સીટી મામલતદાર અને કલેક્ટર પણ મંજૂરી આપવા માટે સક્ષમ છે. વૃક્ષ કાપવા માટે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન અધિનિયમ 1951 મુજબ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની મંજૂરીઓ લેવાની હોય છે.

સૌરાષ્ટ્રમાં વૃક્ષછેદન માટે 1951માં કાયદો લાવવામાં આવ્યો

પાંચ જેટલા વૃક્ષો અનામત હેઠળ: અધિનિયમ પ્રમાણે કેટલાક વૃક્ષોને અનામત જાહેર કરાયેલા છે. સૌરાષ્ટ્ર વૃક્ષ અધિનિયમ 1951 મુજબ પાંચ જેટલા વૃક્ષોને અનામત જાહેર કરાયેલા છે. જેમાં સાગ, સીસમ, મહુડો, ખેર અને ચંદનનો સમાવેશ થાય છે. જેની મંજૂરી વન વિભાગ જ આપી શકે છે. જ્યારે અન્ય વૃક્ષોની ડાળી કાપવી હોય કે વૃક્ષ છેદન કરવું હોય તો તેના માટે મહાનગરપાલિકા મંજૂરી આપે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ મામલતદાર અને કલેક્ટર કક્ષાના અધિકારી મંજૂરી આપી શકે છે. ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય સૌરાષ્ટ્ર વૃક્ષછેદન અધિનિયમ 1951 મુજબ મંજૂરી 30 દિવસની અંદર લેવાની હોય છે.

સૌરાષ્ટ્રમાં વૃક્ષછેદન માટે 1951માં કાયદો લાવવામાં આવ્યો

26 પ્રકારના વૃક્ષો અધિનિયમ હેઠળ: પંચાયત ગૌચર જમીન કે સામૂહિક માલિકીની જમીન હોય કે શહેરી વિસ્તાર હોય તેમાં સૌરાષ્ટ્રના અધિનિયમ પ્રમાણે મંજૂરી લેવી પડે છે. 26 પ્રકારના વૃક્ષો અધિનિયમ હેઠળ આવે છે જેમાં સીસમ, ચંદન, મહુડો, ખેર, ટીમરૂ, રોહન, એબોની, કડાયો, કલમ, હળદરવો, હરડે, સાદડ, કરંજ, કણજી, સેવન,બીયો, ધાવડો, આંબો, તાડ, ખજુરી, જાંબુ, દેશી બાવળ, લીમડો અને ખીજડાનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રમાં વૃક્ષછેદન માટે 1951માં કાયદો લાવવામાં આવ્યો

કેટલી છે દંડની જોગવાઈ: દર મહિને પાંચથી દસ જેટલી અરજીઓ વૃક્ષ કાપવા માટે અથવા તો ડાળીઓ કાપવા માટેની આવતી હોય છે. ત્યારે સક્ષમ સત્તાએથી મંજૂરી આપવામાં આવે છે. જો કોઈ બાંધકામ કરવાનું હોય તો તેને મહાનગરપાલિકામાં પ્લાન પાસ કરાવેલો હોય ત્યાર બાદ મંજૂરી અપાય છે. પરંતુ જો કોઈ મંજૂરી વગર વૃક્ષ કાપવામાં આવે તો 5000થી લઈને 10,000 જેવો દંડ ભાવનગર મહાનગરપાલિકા ભૂતકાળમાં વસૂલેલો છે એટલે કે સક્ષમ અધિકારી દંડ વૃક્ષની વય, મર્યાદા અને વિવેકબુદ્ધિથી લઈને કરતા હોય છે.

  1. Surat news : માત્ર એકથી બે ફુટના વૃક્ષો આપી રહ્યા છે ફળ-ફૂલ, આ રીતે કુંડામાં રોપીને ઓક્સિજન સાથે તમારા ઘરની વધારો શોભા
  2. Mangrove Forests: જાણો 24 કલાક ઓકિસજન આપતા ચેરના વૃક્ષ વિશે અવનવું

ABOUT THE AUTHOR

...view details