ગુજરાત

gujarat

ઘર વપરાશની લાકડાની ચીજો બનાવતા સંઘેડિયાઓએ સરકારની યોજનાની કરી માગ

By

Published : Sep 22, 2021, 11:55 AM IST

સમગ્ર ગુજરાતના તાલુકા અને જિલ્લા કક્ષાએ એક એવો વ્યવસાય જેની માગ હંમેશા વર્ષોથી રહી છે સુતાર નહિ પણ સંઘેડિયા તરીકે ઓળખાતા કારીગરોને સીધો કોઈ લાભ સરકારનો મળતો નથી. સરકારની યોજનામાં ક્યાંય વ્યવખયા સંઘેડિયાઓની નથી ત્યારે સરકાર મહામારીમાં પતન તરફ ધકેલાતા સંઘેડિયાના વ્યવસાયને ટેકો મળે તે માટે આર્થિક ટેકાની માગ કરી રહ્યા છે.

  • પાંચ પાંચ પેઢીથી ચાલતા વ્યવસાયને નથી મળતી સરકારની સીધી યોજના
  • જૂની પરંપરાગત કલાકારી આર્થિક ભીંસમાં પતન થવામાં એંધાણ ત્યારે ટેકો જરૂરી
  • સરકારની યોજનાઓમાં સંઘેડિયાઓની વ્યાખ્યા જ નહીં હોવાથી લાભથી વંચિત

ભાવનગર:ગુજરાતના કોઈ પણ જિલ્લામાં પગ મુકો એટલે સંઘેડિયાઓની એક બજાર જરૂર જોવા મળે છે. ઘર વપરાશની ચિઝો લાકડામાંથી બનાવતા સંઘેડિયાઓની પરિસ્થિતિ દયનિય બનતી જાય છે. સરકારી યોજનાઓનો લાભ સીધો મળતો નથી. મહામારીમાં સંઘેડિયાઓએ આપણી જૂની સંસ્કૃતિ અને ઐતિહાસિક ચિઝોની જીવંત રાખવા સીધા લાભની માગ કરી છે. 5 પેઢીથી પરિવાર એક જ વ્યવસાયમાં છે જાણીએ શું સ્થિતિ છે.

ભાવનગરની સંઘેડિયા બજાર અને તેમની અલગ કલાકારીમાં બનતી ચિઝો

ભાવનગર સહિત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં સંઘેડિયાઓ જોવા મળે છે કારણ કે, સંઘેડિયાઓ ખાટલા, વેલણ પાટલી, ઘોડિયા, સોગંઠા જેવી અનેક ચિઝો બનાવે છે. પહેલા સમયમાં લાકડાની ખીતીની ખૂબ માગ રહેતી પણ આજે તે નાશ પામી છે. હાલમાં ઘોડિયા, વેલણ પાટલી, ખાટલા તેમજ વધીને સોગંઠાબાઝીમાં વ્યવસાય સમાઈને રહી ગયો છે. ત્રીજી પેઢીના જાણકાર ભરભાઈનું કહેવું છે કે, સરકાર દરેક ઉદ્યોગને લાભ આપે છે પણ વર્ષોથી સંઘેડિયાઓ હોવા છતાં તેની વ્યાખ્યા નથી કરવામાં આવી જેથી સંઘેડિયાઓને સીધો લાભ મળતો નથી. કોરોના મહામારીમાં આર્થિક હાલત ખરાબ છે અને વ્યવસાયને ટકાવી રાખવા માટે ટેકો જરૂરી છે માટે સીધો લાભ મળે તો ફાયદો થાય આથી સરકાર પાસે માગ પણ કરી છે.

ઘર વપરાશની લાકડાની ચીજો બનાવતા સંઘેડિયાઓએ સરકારની યોજનાની કરી માગ

આ પણ વાંચો:માળિયા તાલુકાના કાત્રાસા ગામમાં તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર આપવા ગ્રામજનોની માગ

સંઘેડિયાઓનો પાંચમી પેઢી શુ કહે છે સરકાર પાસે અપેક્ષા શુ ?

ભાવનગરના શેલારશાથી લઈને અલકા ટોકીઝ જવાના માર્ગ પર સંઘેડિયાઓની દુકાનો આવેલી છે. આ સંઘેડિયાઓ પાંચ પાંચ પેઢીથી ચીઝ વસ્તુઓ બનાવે છે. પાટલી વેલણ, ઘોડિયા, ખાટલા, સોગંઠા, બાજોટ, રમકડાં, માચી જેવી ચિઝો બનાવે છે. કિશન ભાઈ પાંચમી પેઢી છે અને તેમનું કહેવું છે કે, હાલમાં પાંચમી પેઢીએ વ્યવસાય સાચવી લીધો છે અને મહામારીમાં હવે જો મંદી આવે તો સાચવવું મુશ્કેલ બને અને બીજી તરફ વ્યવસાયમાં ઝુકવું પડે ત્યારે સરકાર ટેક રૂપે કોઈ યોજના કે લાભ આપે તો વ્યવસાયને ટકાવી શકાય છે.

સરકારના ચોપડે શું ચોક્કસ યોજન કે, લાભ છે ખરા આ સંઘેડિયાનું કોણ

ભાવનગર શહેરમાં આવેલા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી જાણવા મળ્યા મુજબ સરકારના ચોપડે યોજનાઓ તો છે પરંતુ તે નવા વ્યવસાય શરૂ કરવા અથવા નવી બનાવેલી કોઈ ચીઝ હોઈ તેના વ્યાપાર માટે છે. મળતી વિગત મુજબ સરકાર સુતારીકામ હેઠળ સંકળાયેલા કલકરો માટે આર્ટિજન કાર્ડ આપે છે. તેમજ વાજપેયી બેંકેબલ યોજના છે પણ જે વર્ષોથી ચાલ્યા આવતા સંઘેડિયાઓ છે તેમના માટે કોઈ વ્યવસ્થા યોજનાની નથી કે તેઓ આર્થિક લાભ મેળવી શકે એટલે લોકલ ફોર વોકલ માટે સરકાર સીધી યોજના માત્ર સંઘેડિયાઓ માટે કાઢે તે ક્યાક જરૂરી બની ગયું છે નહિતર વર્ષો જૂનો પરંપરાગત વ્યવસાય આધુનિક સમયમાં પતન પામશે.

ABOUT THE AUTHOR

...view details