ગુજરાત

gujarat

સગીરાને માતા બનાવી બાળકને તરછોડી દેતા ખુલી પોલઃ નરાધમ બાપ ઝડપાયો

By

Published : Dec 27, 2022, 4:19 PM IST

ભાવનગરના કંટાસર ગામની સગીરને માતા બનાવી બાળકને તરછોડ્યા (Kantasar village Abandoned child) બાદ દુષ્કર્મી બાપની પોલ ખુલી છે. બાળક મળી આવ્યા બાદ (rape case in Kantasar village) મહુવા પોલીસની જોરદાર કામગીરીએ સગીર માતા અને દુષ્કર્મી બાપની પોલ બહાર આવી છે. જાણો સમગ્ર મામલો. (Bhavnagar rape case)

કંટાસરમાં મળેલા નવજાત બાળકના કેસમાં નવો વળાક, બાળકે દુનિયા જોતા ખોલી પોલ
કંટાસરમાં મળેલા નવજાત બાળકના કેસમાં નવો વળાક, બાળકે દુનિયા જોતા ખોલી પોલ

સગીરને માતા બનાવી બાળકના જન્મ બાદ તરછોડી ધમકી આપી

ભાવનગર : મહુવા તાલુકાના કંટાસર ગામે બિન વારસી હાલતે મળી આવેલા નવજાત શિશુ (Kantasar village Abandoned child) અંગે નવો જ ઘટસ્ફોટ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા મળેલું જીવિત નવજાત શિશુની અરજી પોલીસને મળ્યા બાદ મહુવા પોલીસની જોરદાર તપાસ બાદ માતાપિતા સામે આવી ગયા છે. (Bhavnagar rape case)

આ પણ વાચોલગ્નની લાલચ આપી સગીરા પર ગુજાર્યું દુષ્કર્મ, આરોપીના મિત્રએ પણ કરી અઘટિત માંગ

નરાધમ બાપ મળ્યોમહુવા પોલીસને નવજાત શિશુ મળ્યા બાદ કંટાસર ગામ સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. મળેલી સફળતામાં પોલીસને સગીર માતા હોવાનું અને પુખ્ત વયનો પિતા હોવાનું સામે આવ્યુ હતું. સમગ્ર ઘટનામાં અંતે 25 તારીખે સગીર માતાના પિતાએ પોતાની સગીર દીકરીને ગામના શખ્સે 9 મહિના પહેલા હવસનો શિકાર બનાવતા ગર્ભવતી બની હોવાની ફરિયાદ નોંધાવી હતી. ગર્ભવતી સગીરના બાળકના જન્મ બાદ (abusive father in Kantasar village) તરછોડી દેવામાં આવતા 108ની ટીમને જાણ થતાં જીવિત શિશુને હોસ્પિટલ પહોંચાડીને જીવનદાન આપ્યું હતું. બાળક હાલ સ્વસ્થ છે. બાળકનો જન્મ નોર્મલ રીતે થયો હોવાનું પોલીસે જણાવ્યું છે. બાળકના જન્મ થતા પિતાની કરતુત ખુલી ગઈ છે. મહુવા પોલીસે એક નરાધમ બાપને ઝડપીને આગળ કાર્યવાહી કરી છે. (Bhavnagar Crime News)

આ પણ વાચોરામોલમાં 17 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવનાર 52 વર્ષીય આધેડની ધરપકડ

સગીરને કેવી રીતે માતા બનાવી શુ ધમકી આપીમહુવાના કંટાસર ગામનો લાલો રાઘવજી ચૌહાણ પોતાના ગામની સગીરને પોતાના ઘરમાં કપડાં બદલવા દરમિયાન બાવળની કાંટમાં લઇ જઇ દુષ્કર્મ કર્યું હતું. આથી સગીરના પેટમાં રહેલું બાળકનો જન્મ થતા લાલા રાઘવજી ચૌહાણએ (Mahuva abandoned newborn baby) પોતાનું પાપ છુપાવવા માટે સગીરને બાળક તરછોડવા કહ્યું અને કોઈને (minor girl raped in Kantasar village) કહેશે તો સગીરાના પિતાને મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર બનાવ બાદ મહુવા પોલીસમાં 376 અને પોક્સો નીચે ફરિયાદ નોંધાતા સમગ્ર બનાવની મહુવા પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમ Dysp મહુવા જે.એચ. સરવૈયાએ જણાવ્યું હતું. (rape case in Kantasar village)

ABOUT THE AUTHOR

...view details