ગુજરાત

gujarat

સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધનો સંદેશ આપતી અનોખી કંકોત્રી

By

Published : Nov 20, 2019, 6:46 PM IST

ભાવનગર: જિલ્લાના મહુવા તાલુકાના મોણપર ગામના રહેવાસી જાની પરિવારે કેન્દ્ર સરકારની વિવિધ યોજના અને સ્વચ્છતા સંદેશને પોતાની દીકરીની લગ્ન કંકોત્રીમાં સ્થાન આપી એક અનોખા અભિગમની પહેલ કરી છે. વડાપ્રધાન મોદીની કાર્યશૈલીથી અતિ પ્રભાવિત આ પરિવારે તેમની યોજનાઓ અને ખાસ સ્વચ્છતા અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની સાથે સાથે બેટી બચાઓ-બેટી પઢાઓની કંકોત્રી મુખ્યપ્રધાન અને વડાપ્રધાનને પણ મોકલી આપી હતી. જેમાં મુખ્યપ્રધાન દ્વારા તેમના પરિવારને આ પ્રસંગની શુભકામના પાઠવતો સંદેશ પણ મોકલવામાં આવ્યો છે.

પ્લાસ્ટિક પ્રતિબંધ ના સંદેશ સાથે ની લગ્ન કંકોત્રી

મહુવાના મોણપર ગામે રહેતા જાની પરિવારમાં આગામી ડિસેમ્બર માસમાં દીકરીના લગ્ન અને યજ્ઞોપવીત નો પ્રસંગ યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગ માટે મહેમાનોને આમંત્રિત કરવા જે આમંત્રણ પત્રિકા એટલે કે, કંકોત્રી તૈયાર કરવામાં આવી છે. જે કઈક અલગ તૈયાર કરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં ગાંધી 150 અંતર્ગત જે સ્વચ્છતા મિશન અને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની મુહિમ ને દેશભરમાં વધુ વેગ આપવા આ કંકોત્રી પણ એક હિસ્સો બની છે. જાની પરિવારમાં લગ્નની કંકોત્રી માં કેન્દ્ર સરકારની યોજનો જેમાં પ્રધાનમંત્રી જન-ધન યોજના, બેટી બચાઓ-બેટી પઢાઓ ને પણ સ્થાન આપી એક અનોખા અભિગમ સાથેની આ કંકોત્રી સગા વહાલાઓને મોકલવામાં આવી રહી છે.

પ્લાસ્ટિક પ્રતિબંધ ના સંદેશ સાથે ની લગ્ન કંકોત્રી

આ કંકોત્રી ભાવનગરના દીર્ઘદ્રષ્ટા મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના ચરણોમાં પણ ધરવામાં આવી છે અને ભાવનગર કલેકટર, કમિશ્નર, ડીડીઓ સહિતના અધિકારીઓને પણ મોકલવામાં આવ્યું છે અને તેમના દ્વારા પણ આ કંકોત્રી ની સરાહના કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details