ગુજરાત

gujarat

Bhavnagar News : ઇજાગ્રસ્ત પક્ષી માટે સારવાર કેન્દ્ર ઉભા કરાયા

By

Published : Jan 28, 2023, 12:50 PM IST

ભાવનગર શહેરમાં ઉત્તરાયણ (Makar Sankranti 2023) નિમિત્તે મોટી સંખ્યામાં પશુઓ પતંગની દોરીના કારણે ઈજાગ્રસ્ત થતા હોય છે. જેને લઈને વનવિભાગ અને NGO દ્વારા નહિ સમજનાર પતંગ બાઝોથી ઇજાગ્રસ્ત પશુઓ માટે સારવાર સુવિધાઓ તૈયાર કરી હતી. (Bhavnagar birds Treatment centers)

Bhavnagar News : ઇજાગ્રસ્ત પક્ષી માટે સારવાર કેન્દ્ર ઉભા કરાયા
Bhavnagar News : ઇજાગ્રસ્ત પક્ષી માટે સારવાર કેન્દ્ર ઉભા કરાયા

ભાવનગરમાં ઇજાગ્રસ્ત પક્ષી માટે સારવાર કેન્દ્ર ઉભા કરાયા

ભાવનગર :ઉત્તરાયણના તહેવાર નિમિત્તે રાજ્યના વિવિધ વિસ્તારમાં પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.આ ઉપરાંત લોકો માટે પણ ગળામાં દોરીની ઈજા પહોંચે તો 108ની સેવા પણ તૈનાત કરવામાં આવી હતી. ત્યારે ભાવનગર શહેરમાં પણ વન વિભાગ દ્વારા પક્ષીઓ ઉત્તરાયણમાં પતંગની દોરીથી ઇજા પામે તો તેનો જીવ બચાવવા માટે કમર કસી હતી. ભાવનગરના ચારેય ખૂણામાં વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી. જેને લઈને 13 જાન્યુઆરીથી રાત દિવસ ટીમો તૈનાત પણ કરવામાં આવી હતી.

સારવાર કેન્દ્ર અને રિસીવ સેન્ટરની તૈયારી :ભાવનગર શહેરમાં વનવિભાગે ઉત્તરાયણ પગલે દોરીથી ઇજા પામતા પક્ષીઓને બચાવવા માટે તૈયારી કરી લીધી હતી. શહેરમાં ચાર દિશામાં સેન્ટરો અને સારવાર કેન્દ્ર ઉભા કર્યા હતા. ભાવનગરમાં રિસીવ સેન્ટર બનાવ્યું હતું. જેની નોંધ ભાવેણાના જીવદયાપ્રેમીઓ જરું લેવી જોઈએ હતી. ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ આ વર્ષે લોકોના ગળા કપાયા તેમજ પક્ષીઓને ઈજા પહોંચી હોવાના આકંડાઓ ઓછા સામે આવ્યા હતા.

આ પણ વાંચો :Jamnagar : ઠંડીના ચમકારાને લઈને ચીડિયા ઘરમાં પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા

સારવાર કેન્દ્રો અને રિસીવ સેન્ટરો વિસ્તાર પ્રમાણે : વિક્ટોરિયા પાર્ક પાણીની ટાંકી (સારવાર કેન્દ્ર), પશુ દવાખાનું નવાપરા (સારવાર કેન્દ્ર), પશુ દવાખાનું સીદસર રોડ (સારવાર કેન્દ્ર), ગંગાજળિયા તળાવ (રિસીવ સેન્ટર), રોયલ નેચર ક્લબ,કુંભારવાડા (રિસીવ સેન્ટર), ઘોઘા જકાતનાકા (રીસીવ સેન્ટર) અને ચિત્રા બર્ડ (રિસીવ સેન્ટર) રિસીવ સેન્ટરો રાખવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :Vadodara News : ત્રણ બાળકોનો પક્ષી તીર્થ વઢવાણા ખાતે થનારી પક્ષી ગણતરીમાં ગણતરીકાર તરીકે સમાવેશ

કેટલી ટીમ તૈનાત અને અપીલ :ભાવનગર શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે વનવિભાગ દ્વારા અનેક ટીમો બનાવવામાં આવી છે. RFO દિવ્યરાજસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, રાજહંસ નેચર ક્લબના 62, પ્લાનેટ બ્લુ 42, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ફાઉન્ડેશન 6, રોયલ નેચર ક્લબ 30, વન વિભાગ સ્ટાફ 24, પશુ દવાખાનાનો 10નો સ્ટાફ મળીને કુલ 174 લોકો ઉત્તરાયણમાં પોતાની ફરજ નિભાવવાના છે. ભાવેણા વાસીઓને અપીલ કરવામાં આવી હતી કે, પતંગ એવી રીતે ઉડાડે કે પક્ષીઓ ઇજા પામે નહિ અને ઇજાગ્રસ્ત હોય તો નજીકના સેન્ટરમાં લઈને જાય. જેથી અબોલ પક્ષીના જીવ બચાવી શકાય.

ABOUT THE AUTHOR

...view details