ગુજરાત

gujarat

પ્રથમવાર મતદાન કરનાર વ્યક્તિએ અનુભૂતિ શેર કરીને યુવાનોને આપ્યો મેસેજ

By

Published : Dec 1, 2022, 3:19 PM IST

ભાવનગર શહેરમાં નવા મતદારોએ મતદાન (First phase Election 2022) કરતા નજરે ચડી રહ્યા છે. ત્યારે ભાવનગર શહેરમાં પ્રથમ વખત મતદાન કરવા (Voters in Bhavnagar) જનારે પોતાની અનુભૂતિની વાત કરી હતી. તેમજ મતદાનને લઈને સંદેશ આપ્યો હતો. (Gujarat Assembly Election 2022)

પ્રથમવાર મતદાન કરનાર વ્યક્તિએ અનુભૂતિ શેર કરીને યુવાનોને આપ્યો મેસેજ
પ્રથમવાર મતદાન કરનાર વ્યક્તિએ અનુભૂતિ શેર કરીને યુવાનોને આપ્યો મેસેજ

ભાવનગર : શહેર અને જિલ્લામાં આજે વહેલી સવારથી મતદારો બુથ પર પહોંચીને પોતાના મતાધિકારનો (Voters in Bhavnagar) ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં પ્રથમ મતદાન કરનાર લોકો પણ મતદાન કરીને લોકશાહી પર્વને ઉજવણી કરી રહ્યા છે. આ અવસરે નવા મતદારો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભાવનગરમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવતીએ અનુભૂતિ જણાવી હતી. (Polling in Bhavnagar)

ભાવનગરમાં પ્રથમ મતદાન કરનાર યુવતીને આપ્યો મેસેજ

પ્રથમ વખત મતદાન કરનાર યુવતીની અનુભૂતિભાવનગર શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય ખાતે આજે અનુપમ સિંગ નામની યુવતીએ પ્રથમ મતદાન કર્યું હતું. પ્રથમ વખત વોટિંગ કરનાર અનુપમ સિંગે લોકશાહી પર્વને સમજીને પોતાની અનુભૂતિને વ્યક્ત કરી હતી. સવારમાં મત આપવા માટે અનુપમ સીંગ પોતાના માતા અને પિતા સાથે પહોંચી હતી. (First phase Election 2022)

યુવક યુવતીઓને આપ્યા અનુપમ સીંગે મેસેજઅનુપમ સિંગે મતદાન કરીને દરેક યુવકો અને યુવતીઓને આપણા લોકશાહી પર્વમાં અચૂક મતદાન કરવું જોઈએ તેઓ મેસેજ આપ્યો હતો. જો કે અનુપમ સિંગે જણાવ્યું હતું કે, ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી દરેક વ્યવસ્થા ખૂબ સરળ અને સારી હોવાથી તેને મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની તકલીફનો સામનો કરવો પડ્યો નથી. આ પર્વની ઉજવણી યુવાનોએ કરવી જોઈએ તેવો મત પોતાનો રજૂ કર્યો હતો.(Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details