ગુજરાત

gujarat

અમ્ફાન વાવાઝોડાથી મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા આર્થિક સહાય

By

Published : May 22, 2020, 3:46 PM IST

કથાકાર મોરારીબાપુ દ્વારા પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાની તારાજીમાં જીવ ગુમાવનાર લોકો માટે રૂપિયા 4 લાખથી વધુ રકમની સહાયની જાહેરાત કરવામાં આવી છે.જ્યારે હજુ પણ જરૂર પડયે લોકોને સહાય કરવમાં આવશે..

અમ્ફાન વાવાઝોડાના મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા આર્થિક સહાય
અમ્ફાન વાવાઝોડાના મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા આર્થિક સહાય

ભાવનગરઃ કથાકાર મોરારીબાપુ દ્વારા પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં અમ્ફાન વાવાઝોડાની તારાજીમાં જીવ ગુમાવનારના પરિવારને રૂપિયા 4 લાખથી વધુ રકમની સહાયની જાહેરાત કરવામાં આવી છે. અમ્ફાન વાવાઝોડાથી જે તારાજી થઈ છે. તેમાં 85 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

આ તમામ મૃતકોના પરિજનોને હનુમાનજીની સાંત્વના રૂપે પાંચ પાંચ હજાર આપવામાં આવ્યા છે. જ્યારે હજુ સર્વે બાદ જરૂર પડે વધુ લોકોને પણ રકમ પહોંચાડવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

અમ્ફાન વાવાઝોડાના મૃતકોના પરિવારને મોરારીબાપુ દ્વારા આર્થિક સહાય

ABOUT THE AUTHOR

...view details