ગુજરાત

gujarat

Dussehra 2023 : ભાવનગરમાં દશેરા નિમિતે રાવણ દહનના પૂતળા બનાવતો મુસ્લિમ પરિવાર, જાણો કેવી રીતે બને છે રાવણ

By ETV Bharat Gujarati Team

Published : Oct 23, 2023, 10:34 PM IST

ભાવનગર શહેરમાં રાવણ દહન માટે તૈયારીઓ પુરજોશમાં છે. ETV BHARAT એ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથ બનાવતા SKF રાવણ મેકર્સ પેઢીના મેનેજર સાથે ખાસ વાતચીત કરી હતી. આગ્રાનો મુસ્લિમ પરિવાર વર્ષોથી ચાલતા પૂતળા બનાવવાના વ્યવસાયને આખા ભારતમાં ચલાવે છે. ત્યારે જુઓ ક્યાં ફટાકડાનો ઉપયોગ થાય અને કેવી રીતે બને છે આ રાવણ ?

Dussehra 2023
Dussehra 2023

ભાવનગરમાં દશેરા નિમિતે રાવણ દહનના પૂતળા બનાવતો મુસ્લિમ પરિવાર

ભાવનગર :વિજ્યાદશમી એટલે દશેરાની આવતીકાલે ઉજવણી થવાની છે. સમગ્ર દેશમાં રાવણ દહન કરીને વિજયાદશમીની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ જે રાવણનું દહન કરવામાં આવે છે તે રાવણ બનાવવા માટે કેટલો સમય લાગે છે અને તેમાં કેવા પ્રકારના ફટાકડા લગાવવામાં આવે છે, તેનાથી કદાચ તમે અજાણ હશો. નવીન વાત તો એ છે કે, આ ફટાકડા બનાવવાનું કામ છે કંપની કરી રહી છે તે પણ તેના વારસામાં મળેલો વ્યવસાય છે. ઉપરાંત તે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો પણ આપી જાય છે. જુઓ કેવી રીતે બને છે રાવણ અને કયા ફટાકડાનો ઉપયોગ થાય છે.

ભાવનગરમાં રાવણદહન : ભાવનગર શહેરમાં જવાહર મેદાન ખાતે પ્રથમ રાવણદહન કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સિંધી સમાજ દ્વારા વર્ષોથી રાવણ દહન કાર્યક્રમ ઉજવવામાં આવે છે. ત્યારબાદ ભાવનગર શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત બજરંગ વિકાસ સમિતિ દ્વારા રાવણ દહન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જો કે આ સમિતિ સાથે જોડાયેલા નિલેશભાઈ રાવળે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી બજરંગ વિકાસ સમિતિ દ્વારા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખર્ચ અંગે સ્પષ્ટ કહી શકાય નહીં પરંતુ કાર્યક્રમ પૂર્ણ થયે ખ્યાલ આવી શકે છે.

રાવણના પૂતળા બનાવતા કારીગર : ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 30 દિવસથી રાવણ દહન માટે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવવાનું કામકાજ ચાલુ છે. ત્યારે આ પૂતળા અમદાવાદની SKF રાવણ મેકર્સ પેઢી દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. SKF રાવણ મેકર્સના મેનેજર સુલેમાન ફારૂકીએ જણાવ્યું હતું કે, અમારે 40 વર્ષથી આ કામગીરી થાય છે. બાપદાદા સમયનો આ વ્યવસાય છે, હવે અમે પણ જોડાયા છીએ. રાવણ બનાવવા માટે 30 દિવસનો સમય હોય છે. 30 થી 35 નું લેવલ લઈને અમે આવીએ છીએ. અમદાવાદથી અમે બધું સંચાલન કરીએ છીએ.

અસત્ય પર સત્યની જીતને વિજયાદશમી તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમ હિંદુ લોકો આવે છે. અમે તો મુસ્લિમ છીએ, પણ અમે મનથી કામ કરીએ છીએ જેથી હિંદુ ભાઈઓ જુએ અને આનંદિત થાય અને હિન્દુ મુસ્લિમની એકતા બની રહે તેમ અમે ઇચ્છતા હોઈએ છીએ. -- સલમાન ફારૂકી (મેનેજર, SKF રાવણ મેકર્સ)

ખાસ ફટાકડાનો ઉપયોગ : અમદાવાદ સિવાય સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, મણીનગર, નાગરવેલ અને હવે તો બેંગ્લોરમાં પણ કામગીરી થાય છે. ઉપરાંત સૌરાષ્ટ્ર અને સોમનાથમાં પણ કામ ચાલુ છે. આમાં રેડીમેડ ફટાકડા નહીં પરંતુ હેન્ડમેડ ફટાકડા હોય છે. તેની ધમક એવી હોય કે મનોરંજન સમયે પબ્લિક પણ એમ કહે કે, વાહ ! જોરદાર છે.

રાવણ બનાવતો મુસ્લિમ પરિવાર : ભાવનગરમાં હાલમાં SKF રાવણ મેકર્સ દ્વારા રાવણ બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે તેના મેનેજર સલમાન ફારૂકીએ જણાવ્યું હતું કે, તેઓ આગ્રાથી જ આવે છે અને બાપદાદાએ રાવણનું પૂતળું બનાવતા શીખવ્યું હતું. અમે મજૂરોને પણ જણાવીએ કે જીણવટપૂર્વક અને ભૂલ ન થાય ઉપરાંત સુરક્ષાથી કામ કરીએ કે જેનું પરિણામ આપણે ભોગવવું પડે નહીં. પોલીસ સુરક્ષા પણ લેવી પડે છે. પોલીસ આવીને ચકાસણી પણ કરી જાય છે. અમે અમદાવાદના ગોડાઉનથી બધો સામાન સપ્લાય કરીએ છીએ.

અસત્ય પર સત્યની જીત :ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં રાવણના બનાવતા પૂતળાની કંપનીના મેનેજર સુલેમાન ફારૂકીએ જણાવ્યું હતું કે, જે કોઈ આયોજક હોય તે બધી મંજૂરી લેતા હોય છે. અહીંયા જીતુભાઈ વાઘાણી છે તો તે આવીને નિરીક્ષણ પણ કરતા હોય છે. અમે ત્રણ પેઢીથી રાવણ બનાવીએ છીએ. જેમાં રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં સાઇટ બનાવી નાખી છે. એક જગ્યા પર કાકા તો એક જગ્યા પર પિતાજી સાઇટ સંભાળે છે. અસત્ય પર સત્યની જીતને વિજયાદશમી તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમ હિંદુ લોકો આવે છે. અમે તો મુસ્લિમ છીએ, પણ અમે મનથી કામ કરીએ છીએ જેથી હિંદુ ભાઈઓ જુએ અને આનંદિત થાય અને હિન્દુ મુસ્લિમની એકતા બની રહે તેમ અમે ઇચ્છતા હોઈએ છીએ.

  1. Dussehra 2023: છેલ્લા 70 વર્ષથી સિંધી સમાજ દ્વારા રાવણ દહન, જુઓ કેવી રીતે તૈયાર થાય છે પૂતળા..
  2. Celebration of Dussehra in Dakor : સોનાના આયુધો સાથે શોભાયાત્રા યોજાઇ, ડાકોર રણછોડરાયજી મંદિરમાં દશેરા પર્વની ઉજવણી

ABOUT THE AUTHOR

...view details