ગુજરાત

gujarat

તૌકેતે સંકટ : એશિયાના સૌથી મોટા અલંગ શીપ બ્રેકિંગ યાર્ડના મજૂરોનું સ્થળાંતર શરૂ

By

Published : May 16, 2021, 11:06 PM IST

તૌકતે વાવાઝોડાનાં પગલે તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. રવિવારની બપોર બાદ વાવાઝોડું ધીમી ગતિએ આગળ વધતા બંદરો પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે, ત્યારે અલંગ બંદર પર પણ 4 નંબરનું સિગ્નલ લગાવી શિપને લાંગરી દઈ દરિયાઈ વિસ્તારમાં રહેતા મજૂરોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે.

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ

  • અલંગમાં લાગ્યું 4 નંબરનું સિંગ્નલ
  • અલંગના મજૂરોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે
  • અત્યાર સુધીમાં 300 જેટલા મજૂરોનું સ્થળાંતર કરાયું
  • પવનની ગતિમાં વધારો થશે, તેમ અન્ય બીજા વિસ્તારમાં રહેતા મજૂરોનું સ્થળાંતર પણ કરાશે
  • અલંગના મજૂરોને સુરક્ષિત સ્થળો પર ફેરવવા કામગીરી હાથ ધરાઈ

ભાવનગર : જિલ્લામાં સમગ્ર વિશ્વમાં બીજા નંબરના અલંગ ખાતે તૌકતે વાવાઝોડાના પગલે અલંગમાં બે દિવસ માટે શીપ કટિંગની કામગીરી બંધ રાખવામાં આવી છે. આ ઉપરાંત જે શીપ કટિંગ માટે આવ્યા છે, તેને લાંગરી દેવામાં આવ્યા છે. ધીમે ધીમે આગળ વધી રહેલા તૌકેત વાવાઝોડાને પગલે અલંગ બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવીને લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. વાવાઝોડાના પગલે અલંગ વિસ્તારના પ્રભાવિત વિસ્તારોમાં રહેતા મજૂરોને સુરક્ષિત જગ્યા પર ખસેડવા માટે હાલ તળાજા SDM દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 300 જેટલા મજૂરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. હજૂ બાકી રહેતા મજૂરોને સ્થળાંતર કરવાની કામગીરી હાલ ચાલી રહી હોવાનું પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

વિશ્વનું બીજા નંબર સૌથી મોટુ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી મજૂરોનું સ્થળાંતર

શું કહી રહ્યા છે તળાજાના SDM?

અલંગ ખાતે સુરક્ષિત જગ્યાઓ પર સ્થળાંતર કરવા બાબતે તળાજા SDM દક્ષેસ મકવાણા એ જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે અત્યાર સુધીમાં 500 જેટલા મજૂરોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજૂ બીજા મજૂરોને સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમજ જેમ જેમ વાતાવરણમાં ફેરફાર અને પવનની ગતિમાં વધારો થશે ,તેમ અન્ય બીજા વિસ્તારમાં રહેતા મજૂરોનું સ્થળાંતર પણ કરવામાં આવશે. - દક્ષેશ મકવાણા ( તળાજા SDM )

શું કહી રહ્યા છે અલંગ એસોસિએશન પ્રમુખ?

હાલ કોરોના મહામારીના કારણે અલંગમાં પાંચ હજાર મજૂરો જ હોય અને ઘણા ખરા મજૂરો મિની લોકડાઉનના કારણે પોતાના વતન ચાલ્યા ગયા છે. જેથી મજૂરોની સંખ્યા હાલ ઓછી છે, તેમજ વાવાઝોડાના પગલે હાલ કામગીરી બંધ રાખી છે અને નવા પાંચ આવેલા જહાજોને ઈમરજન્સી બિચિંગકરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલાઓ અને સૂચનાઓ આપવામાં આવી રહી છે. - રમેશ મેંદપરા ( અલંગ એસોસિએશન પ્રમુખ )

ABOUT THE AUTHOR

...view details