ગુજરાત

gujarat

મણારી નદીમાં પડેલા બાળકને બચાવવા CRPF જવાન દૂત બન્યો

By

Published : Oct 11, 2022, 5:32 PM IST

ભાવનગર જિલ્લાના તળાજા જીલ્લામાં આવેલ મણાર નદીમાં પડેલા બાળકને બચાવવા CRPF જવાન (CRPF jawan became ambassador) દૂત બન્યો હતો. રજામાં આવેલા CRPF જવાનને ધ્યાને આ વાત આવતાની સાથે કોઈ વિચાર કર્યા વગર પાણીમાં કૂદકો માર્યો હતો.

મણારી નદીમાં પડેલા બાળકને બચાવવા CRPF જવાન દૂત બન્યો
મણારી નદીમાં પડેલા બાળકને બચાવવા CRPF જવાન દૂત બન્યો

ભાવનગર જિલ્લાના તળાજાના મણાર ગામની નદી પાસે પુલ પરથી પરપ્રાંતીય બાળક રમતા રમતા નદીમાં ખાબકતા બાળક માટે CRPF જવાન દૂત (CRPF jawan became ambassador)બની ગયો હતો. CRPF જવાને બાળકનો જીવ બચાવ્યો અને ડોકટર પાસે તપાસ પણ કરાવી હતી.

ઘટના ઘટીભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના મણાર ગામની મણારી નદી તથા કઠુડી નદી એકઠી થાય છે. નદીના જોડતા ભાગને ત્યાં આવેલા મુખ્ય માર્ગ સિમેન્ટનાં ભૂંગળાવાળો ખુલ્લો પુલ આવેલો છે. આ પુલ ઉપર સાત થી આઠ વર્ષનાં બાળકોમાંથી રમતાં-રમતાં પરપ્રાંતીય બાળક નાળા ઉપરથી કઠુડી નદીમાં ખાબકયો હતો.

CRPF જવાને બાળકનો જીવ બચાવ્યો

CRPF જવાન બન્યો દૂતબાળકના પિતાએ જણાવ્યું હતું કે મણારી નદીની બાજુમાં રહેતાં પાલાભાઇ મારૂ બાળકને પડતા જોઈ જતાં રાડો પાડી હતી. જે સાંભળતાની સાથે મણાર ગામનાં યુવાન લક્ષ્મણ બાળકને બચાવવા નદીમાં કૂદકો માર્યો હતો. આ સાથે અવાજ-દેકારો સાંભળીને બાજુમાં રહેતાં અને રજામાં ઘરે આવેલા CRPF જવાન હેમંત મારું પાણીમાં બચાવવા માટે કુદયા હતા. નદીમાં થોડીવાર શોધખોળ બાદ ડુબી ગયેલ બાળક મળી આવ્યો હતો. બહાર કાઢવામાં આવ્યો હતો.

તળાજાના મણાર ગામની નદી

બેભાન અવસ્થામાં બાળક દસ મિનીટથી વધારે પાણીમાં રહેવાથી અને ડુબી જવાથી બેભાન અવસ્થામાં હતો. બાળકના પેટમાં પાણી ભરાયુ હોવાથી ઊંધું સુવડાવી અને પંપિંગ કરી પ્રાથમિક સારવાર આપીને પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. બાળકને ટુ-વ્હીલરમાં ઊંધું સુવડાવી નજીકમાં આવેલ અલંગની રેડક્રોસ હોસ્પિટલ લઈ જઈને તાત્કાલિક સારવાર અપાઈ હતી. સ્થાનિક યુવાનોની સમય સુચકતા તેમજ આર્મીમેન દૂત બની જતા બાળકનો જીવ બચી ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details