ગુજરાત

gujarat

Bhavnagar Crime: હવે ફ્યૂલ પણ ફેક, નકલી ઓઈલ વેચનારને ઝડપી લેતી પોલીસ

By

Published : Jan 5, 2023, 4:33 PM IST

ભાવનગરમાં પોલીસે વાહનના એન્જિનનું નકલી ઓઈલ (Bortalav Police seized fake Engine Oil) બનાવી વેચનાર આરોપીની ધરપકડ કરી હતી. આ સાથે જ પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું પણ સૂત્રો તરફથી જાણવા (Bhavnagar Crime News) મળ્યું હતું.

હવે ફ્યૂલ પણ ફેક, નકલી ઓઈલ વેચનારો ઝડપાયો
હવે ફ્યૂલ પણ ફેક, નકલી ઓઈલ વેચનારો ઝડપાયો

પોલોસે નકલી ડબ્બા કબજે કર્યા

ભાવનગરઅત્યાર સુધી લોકોએ નકલી ઘી, તેલ ઝડપાયું તેવું સાંભળ્યું હશે, પરંતુ વાહનના એન્જિનનું નકલી ઓઈલ પકડાયું પ તેવું કદાચ ભાગ્યે જ સાંભળ્યું હશે. આવી જ એક ઘટના બની છે ભાવનગરમાં. અહીં બોરતળાવ પોલીસે શહેરના કુંભારવાડામાં (Kumbharvada Bhavnagar) આવેલા એક પ્લેટમાંથી નકલી ઓઈલ બનાવવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. આ સાથે જ એક આરોપીની ધરપકડ (Bhavnagar Crime News)પણ કરી હતી.

પોલીસે બાતમીના આધારે પાડ્યા દરોડાશહેરમાં નકલી ઘી, તેલ બાદ હવે વાહનના એન્જિનનું નકલી ઓઈલ (Bortalav Police seized fake Engine Oil) પણ ઝડપાતા ચકચાર મચી છે. બોરતળાવ પોલીસે બાતમીના આધારે કુંભારવાડામાં (Kumbharvada Bhavnagar) સર્કલ નજીક ગુજરાત મેડિકલ પાસેના ખાંચામાં આવેલા એક એકમમાં નકલી ઓઈલ બનાવવાની ફેક્ટરી પરથી પોલીસે પડદો ઉઠાવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે 1, 2 નહીં, પરંતુ ઢગલાબંધ 2.26 લાખ રૂપિયાનું નકલી ઓઈલ (Bhavnagar Crime News)ઝડપી લીધું છે.

આ પણ વાંચોદાગીના નકલી ને કેશ અસલી, કંપનીને રૂપિયા 6.78 લાખનો ચુનો લગાવ્યો

પોલોસે નકલી ડબ્બા કબજે કર્યાશહેરના કુંભારવાડામાં (Kumbharvada Bhavnagar) સર્કલ નજીક ચાલતી ફેક્ટરીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન પોલીસે નકલી ઓઈલને ડબ્બામાં ભરીને પ્રોસેસિંગ કરવાનું મશીન ઝડપી લીધું હતું. આ સાથે ખાનગી કંપનીના બ્રાન્ડને ભળતા આવતા નામ સાથેના નકલી (Bortalav Police seized fake Engine Oil) ઓઈલના ડબ્બાઓ પણ ઝડપી (Bhavnagar Crime News)લીધા હતા.

આ પણ વાંચોમુંબઈમાં નકલી CBI અધિકારીની ધરપકડ

લાખોનો મુદ્દામાલ કબજે શહેરની બોરતળાવ પોલીસે દરોડા પાડી નકલી એન્જિન ઓઈલ (Bortalav Police seized fake Engine Oil) બનાવીને વેચતા એક આરોપીની ધરપકડ કરી હતી, પરંતુ મોડી રાત સુધી ફરિયાદ ઓનલાઈન જોવા મળી નહતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં (Bhavnagar Crime News)આવ્યો હતો.

પોલીસે આરોપીની કરી ધરપકડપોલીસે ડુપ્લીકેટ ઓઇલનો એકમ ચલાવતા સાંઢીયાવાડના રહેવાસી સાદિક અલી નાયાણીને ઝડપી લીધો હતો. જોકે, ખાનગી કંપનીના નામને ભળતા આવતા ઓઇલથી ખાનગી કંપનીઓને તો નુકસાન પહોંચતું હોય છે, પરંતુ સરકારને પણ ટેક્સની આવકમાં નુકસાન થતું હોવાનું સૂત્રમાંથી જાણવા મળ્યું હતું. જોકે, મોડી રાત સુધી આ પોલીસ ફરિયાદ ઓનલાઈન જોવા મળી નહોતી.

ABOUT THE AUTHOR

...view details