ગુજરાત

gujarat

Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ

By

Published : Mar 25, 2023, 1:00 PM IST

Updated : Mar 25, 2023, 2:56 PM IST

સમગ્ર રાજ્યમાં મંદિરોમાં ચોરીનો આતંક મચાવનાર ત્રિપુટી પકડાઈ છે. ભાવનગર LCB પોલીસે મુદ્દામાલ સાથે પકડતા આ શખ્સ ભાંગી પડ્યા હતા. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે, છેલ્લા 11 વર્ષેથી આ ત્રિપુટીએ 51 મંદિરોમાં હાથ ફેરો કર્યો છે.

Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ
Bhavnagar Crime : રાજ્યના 51 મંદિરોમાં 11 વર્ષથી ચોરીનો હાથ ફેરો કરનાર ત્રિપુટી ઝડપાઈ

ગુજરાતના મંદિરોમાં ચોરી કરનાક શખ્સો ઝડપાયા

ભાવનગર :સમગ્ર રાજ્યમાં મંદિરોને માત્ર નિશાન બનાવી ચોરીને અંજામ આપતી ત્રિપુટી પકડાઈ ગઈ છે. ભાવનગર LCB પોલીસે સિહોરમાંથી બાતમીના આધારે ટોળકીને ઝડપી લીધી છે. પોલીસે પૂછપરછ કરતા અનેક ચોરીના ભેદ ખુલ્યા છે. ચોરીમાં માત્ર મંદિર સિવાય બીજું કોઈ સ્થળ નથી. ત્રણ શખ્સો ઝડપાતા તેઓ પાસેથી મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. ચોરી સમગ્ર ઘટના ખુલ્લા જાણવા મળ્યું કે રાજ્યના 51 મંદિરોમાં ચોરીનો અંજામ આ ત્રિપુટીએ આપ્યો છે.

LCBએ ઘી કેળા કરી દીધા : ભાવનગરની LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે સિહોરના ઘાંઘળી ચોકડી પાસે ત્રણ શખ્સો ઉભા હોવાની બાતમી મળી હતી. બાતમીને પગલે LCBએ સ્થળ ઉપર જઈને તપાસ કરતા અતુલ પ્રવીણભાઈ ધકાણ, સંજય જગદીશભાઈ સોની અને ભરત પ્રવીણભાઈ થડેશ્વર મળી આવ્યા હતા. જેની અંગજડતી કરતા પોલીસને સોનાના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી આવ્યા હતા. આથી વધુ પૂછપરછ કરતા ત્રણેય શખ્સો ભાંગી પડ્યા અને ચોરી કરી હોવાને કબુલાત આપી હતી.

ચોરોના ગુનાખોરીનો ઇતિહાસ : ભાવનગર LCBએ પકડેલા અતુલ પ્રવીણભાઈ ધકાણ અગાઉ ચોરીના કેસમાં જેલવાસ પણ ભોગવી ચુક્યો છે. ત્યારે ભરત પ્રવીણભાઈ થડેશ્વર પણ અગાઉ મંદિરની ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ ત્રણેય શખ્સો પાસેથી સોના ચાંદીના દાગીના મળીને કુલ 60,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ત્રણેય શખ્સને વધુ પૂછતાછ કરતા અધધ ચોરીઓનો ભેદ ખુલવા પામ્યો હતો.

ત્રિપુટીની તરખાટ હવે બંધ

આ પણ વાંચો :Ahmedabad Crime: મહિનાથી નકલી ચલણી નોટો છાપતા હતા ભેજાબાજ, પોલીસે 25 લાખની નોટ કબજે કરી

ક્યાં ક્યાં હાથ ફેરો કર્યો : LCBએ પકડેલા ત્રણેય શખ્સોની પૂછતાછ કરતા 51 જેટલી ચોરીનો ભેદ ખુલ્યો હતો. નવીન વાત એ છે કે, 51 ચોરી 51 મંદિરોમાં જ કરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં ત્રણેય શખ્સો મંદિરોને નિશાન બનાવતા હતા. ત્રણેય શખ્સે રાજ્યમાં ભાવનગર, અમરેલી, અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ શહેર, સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર, સોમનાથ જેવા જિલ્લાઓમાં મંદિરોમાં ભગવાનને ચડાવેલા સોના ચાંદીના દાગીનાની ચોરીઓ કરતા હતા. બાદમાં દાન પેટીઓ તોડીને રોકડ રકમની ચોરી કરતા હોવાની કબુલાત આપી હતી.

આ પણ વાંચો :Ahmedabad Crime : ચોકલેટી ચોરને જોઈને પોલીસ ચોંકી ઉઠી, લાખોના સામાન સાથે મહિલાની કરી ધરપકડ

મોડેસ ઓપરેન્ડી ત્રણેય શખ્સોની શું :પકડાયેલા ત્રણેય આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી હતી કે, કોઈપણ મંદિરમાં દર્શન કરવા જવાના બહાને પ્રવેશ કરતા હતા. મંદિર જો બંધ હોય તો મંદિરના તાળા તોડીને મંદિરમાં રહેલી કોઈ પણ ભગવાનની મૂર્તિને ચડાવેલા સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને બાદમાં દાન પેટી તોડી રોકડ રકમની ચોરી કરતા હતા. LCB સમક્ષ ત્રણેય શખ્સોએ 11 વર્ષ પહેલાંની ચોરીની કબૂલાત આપી છે. તો તાજેતરમાં પણ છ મહિના પહેલા ચોરી કરી હોવાની કબુલાત આપી છે. આમ ત્રણેય શખ્સો છેલ્લા 11 વર્ષથી 51 જેટલા મંદિરોને નિશાન બનાવી ચૂક્યા છે.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Last Updated :Mar 25, 2023, 2:56 PM IST

ABOUT THE AUTHOR

...view details