ગુજરાત

gujarat

Bhavnagar News : વરસાદી પાણી ભરાવાના કારણો તંત્ર એ આપ્યા, 25 ફરિયાદથી કોર્પોરેશન એક્શનમાં

By

Published : Jul 4, 2023, 4:44 PM IST

ભાવનગર શહેરમાં બે વરસાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ચાલુ વરસાદે પાણીનો નિકાલ શરૂ રહેવાને બદલે બંધ થાય છે અને બાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે. આ સમસ્યાને લઈને મહાનગરપાલિકાએ તારણો રજૂ કર્યા છે અને સમસ્યા પાછળનું પ્રાથમિક સંશોધન જણાવ્યું છે. પરંતુ કરોડ ખર્ચ કરવા છતાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા કેમ જાણો

Bhavnagar News : ભાવનગરમાં નાગરિકોની ભૂલના કારણે સમસ્યા ઉભી થાય, વરસાદી પાણી ભરાવાના તારણો તંત્ર એ આપ્યા
Bhavnagar News : ભાવનગરમાં નાગરિકોની ભૂલના કારણે સમસ્યા ઉભી થાય, વરસાદી પાણી ભરાવાના તારણો તંત્ર એ આપ્યા

ભાવનગરમાં વરસાદના પાણી ભરાવાના તારણો આવ્યા સામે

ભાવનગર : શહેરમાં છેલ્લા બે વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ડ્રેનેજ અથવા સ્ટોર્મ લાઈનમાં પાણીનો નિકાલ નહીં થતા પાણી ભરાયા હતા. મહાનગરપાલિકા કરોડનો ખર્ચ કરવા છતાં તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. મહાનગરપાલિકાએ ભરાયેલા પાણી પગલે કારણો રજૂ કર્યા છે. જો કે પાણી ભરાવાની અનેક ફરિયાદો પણ સ્પષ્ટ કરવામાં આવી હતી.

શહેરમાં બે ભારે વરસાદમાં પાણી ભરાયા :ભાવનગર શહેરમાં હાલમાં થયેલા ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનરાધાર અઢીથી ત્રણ ઇંચ વરસાદ બંને સમય આવેલા વરસાદમાં નોંધાયો છે. શહેરના શાસ્ત્રીનગર, નિલમબાગ, પાનવાડી, પંચાયત, કરચલિયા પરા, રૂવાપરી રોડ કાળિયાબીડ, કુંભારવાડા અને માઢિયા રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. જો કે પાણી ભરાવાને પગલે મહાનગરપાલિકાએ પોતાના કારણો રજૂ કર્યા છે.

મારા ધ્યાન આ પ્રમાણે એક બે જગ્યા પર આવો પ્રશ્ન બન્યો હશે. આથી એમ ન કહી શકાય કે સમગ્ર શહેરમાં સમસ્યા છે. ઘણા વિસ્તારમાં સ્ટ્રોમ નેટવર્ક નહીં હોવાને કારણે જ ત્યાં આવા બનાવો જરૂર બન્યો હશે અને જ્યાં બન્યો છે, ત્યાં અમે અમારી ટીમને મોકલીને હલ કરવા માટે જાણ પણ કરી છે. - એન.વી. ઉપાધ્યાય (કમિશનર, ભાવનગર મહાનગરપાલિકા)

તારણો ડ્રેનેજ પગલે અધિકારીના :ભાવનગર શહેરમાં ભારે બે વરસાદને પગલે પાણી ભરાવાની અનેક સમસ્યાઓ સામે આવી હતી, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં ઊભી થયેલી સમસ્યાને લઈને ડ્રેનેજ વિભાગના અધિકારી ઝાપડિયા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, વરસાદી પાણીને કારણે અથવા તો ડ્રેનેજ લાઇન ચોકઅપ થવાને કારણે 25 જેટલી કુલ ફરિયાદો આવી હતી. મોટાભાગે ડ્રેનેજ લાઇનમાં વરસાદની પાણીનો નિકાલ કરવા માટે કેટલાક લોકો દ્વારા રસ્તા ઉપર ડ્રેનેજના ઢાંકણા ખોલી નાખવામાં આવે છે. જેને કારણે વરસાદી પાણી સાથે કચરો પણ જતો હોય છે અને બાદમાં ડ્રેનેજ ચોકપ થાય છે.

કામગીરીમાં કરોડનો ખર્ચ છતાં સ્થિતિ :ભાવનગર શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે મહાનગરપાલિકા પાસે શહેરમાં કેટલાક સ્થળો પર સ્ટ્રોમ લાઇન છે. તો કેટલાક સ્થળો પર ડ્રેનેજ લાઈન એકમાત્ર વિકલ્પ હોય છે, આમ છતાં પણ શહેરના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે મહાનગરપાલિકા હાલમાં 1.20 કરોડ જેવી રકમ પ્રિ મોન્સૂન કામગીરી માટે ફાળવી છે. તેમાંથી અંદાજે એક કરોડ જેવો ખર્ચ થવા પણ આવ્યો છે. આમ છતાં પણ લોકોના મનમાં સવાલ એક જ છે કે કરોડો ખર્ચવા છતાં પણ ચાલુ વરસાદના સમયે પાણીનો નિકાલ થવો જોઈએ તેના બદલે ભરાવો કેમ થઈ રહ્યો છે.

  1. Surat News : સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કેટલાક વોર્ડમાં પાણી ટપકતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો
  2. Patan News : ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને પાટણમાં નગરપાલિકામાં તોડફોડ, ધારાસભ્ય દોડી આવ્યાં
  3. Junagadh News: પાછલા એક દસકા કરતા પણ વધુ જૂની સમસ્યા અંડર-ઓવરબ્રિજના ચક્કરમાં ફસાતી જોવા મળી

ABOUT THE AUTHOR

...view details