ગુજરાત

gujarat

Bhavnagar News: શિક્ષક સામે નોંધાઇ છેડતી કરવા પગલે પોસ્કો હેઠળ ફરિયાદ, શિક્ષક જેલ હવાલે

By

Published : Feb 7, 2023, 11:17 AM IST

ભાવનગર શહેરના શિક્ષકે ગુરુશિષ્યની હદ (Bhavnagar Crime) વટાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક સામે છેડતીની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ શિક્ષકને ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાયા બાદ શિક્ષકને અંતમાં જેલ હવાલે કરાયો હતો.

Bhavnagar News: શિક્ષક સામે નોંધાઇ છેડતી કરવા પગલે પોસ્કો હેઠળ ફરિયાદ, જેલ હવાલે શિક્ષક
Bhavnagar News: શિક્ષક સામે નોંધાઇ છેડતી કરવા પગલે પોસ્કો હેઠળ ફરિયાદ, જેલ હવાલે શિક્ષક

શિક્ષક સામે નોંધાઇ છેડતી કરવા પગલે પોસ્કો હેઠળ ફરિયાદ, જેલ હવાલે શિક્ષક

ભાવનગર:શહેરમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં શાળા અને ટ્યુશન ક્લાસીસના સંચાલક એવા શિક્ષકની સામે પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાય છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા શિક્ષકને ઝડપીને આગળની કાર્યવાહી કરાય હતી અને અંતમાં જેલ હવાલે પણ કરાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો Awas Yojana Scam: આવાસના ભાડે આપેલા મકાન કૉર્પોરેશને ખાલી કરાવ્યા, ભાડૂઆતો રઝળી પડ્યા, વિપક્ષે કરી SITની માગ

નોંધાઇ ફરિયાદ:ભાવનગર શહેરના કાળિયાબીડની સામવેદ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા કલ્પેશ નવીચંદ્ર ધોળકિયા ઉંમર વર્ષ 44 સામે છેડતી કરી હોવાની ફરિયાદ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સામે નોંધાઈ છે.જો કે કલ્પેશ નવીનચંદ્ર ધોળકિયા આનંદનગરમાં ન્યુ એલઆઇજીના છેલ્લા બસ સ્ટેન્ડ પાસે જન એજ્યુકેશન પોતાનું ખાનગી ક્લાસીસ પણ ચલાવી રહ્યો છે

આ પણ વાંચો Bhavnagar Crime: પોલીસ જવાન બુટલેગર બન્યો, 238 પેટી દારૂ સાથે ઝડપાયો

પોસ્કો નીચે ફરિયાદ:શિક્ષક કલ્પેશ નવીનચંદ્ર ધોળકિયા બે જેટલી વિદ્યાર્થીનીઓની છેડતી કરતો હોવાનું અને અડપલા કરતો હોવાની નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસ એકશનમાં આવી હતી. ભાવનગર ઇન્ચાર્જ ડીએસપી મિહિર બારૈયાએ જણાવ્યું હતું કે કાળિયાબીડ સામવેદ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પેશ નવીનચંદ્ર ધોળકિયા ઉંમર વર્ષ 44 પોતાનું જ્ન એજ્યુકેશન આનંદનગર ખાતે ક્લાસીસ ચલાવે છે તેની સામે છેડતીની ફરિયાદ હોય જેને પગલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં 354/A અને પોસ્કો કલમ 8 અને 12 હેઠળ ફરિયાદ નોંધાય છે. ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને હાલમાં જેલ હવાલે પણ કરી દેવામાં આવ્યોછે.

આ પણ વાંચો Bhavnagar Crime : જૈન તીર્થનગરીમાં તળેટી વિસ્તારની જમીન માલિકના પરિવાર પર હુમલો

ABOUT THE AUTHOR

...view details