ગુજરાત

gujarat

Bhavnagar Murder Case: પત્નીની હત્યા કરી પતિ ભાગી નીકળ્યો, રસ્તામાં મોતનો ભેટો થયો

By

Published : Feb 9, 2023, 12:05 PM IST

મધ્યપ્રદેશનું દંપતી ભાવનગરના રંઘોળા ગામે ખાનગી સ્કૂલના ક્વાર્ટરમાં રહેવા આવ્યું હતું. દંપતીમાં પત્ની શાળામાં શિક્ષિકા હતી. પત્નીની પતિએ હત્યા કરીને નાસી ગયો હતો. પરંતુ પતિનું પણ મૃત્યુ નીપજ્યું હતું. જોકે શિક્ષિકાની હત્યાનું ઠોસ કારણ શું તે ઓલ ટાઈમ સસ્પેન્સ બન્યું છે.

કરેલા કર્મના બદલા દેવા પડે : પત્નીની હત્યા કરી પતિ ખુદ અકસ્માતમાં મૃત્યુ પામ્યો, પોલીસ માટે કેસ ચેલેન્જ
કરેલા કર્મના બદલા દેવા પડે : પત્નીની હત્યા કરી પતિ ખુદ અકસ્માતમાં મૃત્યુ પામ્યો, પોલીસ માટે કેસ ચેલેન્જ

ભાવનગરના રંઘોળા ગામે પતિએ પત્ની હત્યા કરી, બાદમાં પતિનો મળ્યો મૃતદેહ

ભાવનગર : ઉમરાળા તાલુકાના આવતા રંઘોળા ગામે 7 તારીખની મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. પરપ્રાંતીય પતિ પત્નીને આડેધડ છરીના ઘા મારીને ફરાર થયો હતો. અફસોસ કે બંનેના મૃત્યુ નિપજયા હતા. આ મર્ડર મિસ્ટ્રીમાં પત્નીની હત્યાનું કારણ ઓલ ટાઈમ સસ્પેન્સ થતાં પોલીસ માટે જાણવું ચેલેન્જ સમાન બની ગયું હતું.

શું બન્યું 7 તારીખની રાત્રે રંઘોળામાં પતિ પત્ની વચ્ચે :મળતી માહિતી અનુસારભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામની ખાનગી ઇંગ્લીશ મીડીયમ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મોનિકા અનિલભાઈ જૈનની હત્યા તેના પતિ અનિલ દ્વારા કરવામાં આવી હતી. આડેધડ છરી વડે પત્ની મોનિકાને ઘા મારીને અનિલ જૈન ઘરનો દરવાજો બંધ કરીને ફરાર થયો હતો. મોનિકા ઘરના બાલ્કનીમાંથી પહેલા માળેથી કૂદીને નીચે પટકાતા આસપાસ લોકો જોઈ જતા તેને સિહોર હોસ્પિટલ ખસેડી હતી. જોકે બાદમાં ભાવનગર સર ટી હોસ્પિટલ લાવવામાં આવી હતી. સારવારમાં મોનિકાના મૃત્યુ બાદ બનેલી ઘટના પગલે પોલીસે રાત્રે જાણ થતાં તપાસ હાથ ધરી હતી.

ક્યાં બન્યો બનાવ અને પતિનું મૃત્યુ કેમ :મધ્યપ્રદેશના કરેલીનું દંપતી અનિલ જૈન અને તેની પત્ની મોનિકા જૈન ઉમરાળાના ખાનગી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના કવાર્ટરમાં રહેતા હતા. મોનિકા અને અનિલ વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. જોકે 7 તારીખના દિવસની રાત્રે ઝઘડો ઉગ્ર સ્વરૂપ લીધું અને પતિ અનિલે આવેશમાં આવીને પત્નીની કરપીણ હત્યા કરી નાખી હતી. અનિલ જૈન હત્યા કરીને બાઈક લઈને ફરાર થતા ક્વાર્ટરથી એક કિલોમીટર આગળ ભાવનગર રંઘોળા ચોકડી પાસે અજાણ્યા વાહનના અડફેટે આવી જતા તેનું મૃત્યુ થયું હતું. તેમ ઉમરાળા પોલીસ સ્ટેશનના PSI એમ.જે. સોલંકીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :Ahmedabad Crime : પાંચકૂવામાં જાહેરમાં યુવકની હત્યા કેસના બે આરોપીઓ ઝડપાયા

પરપ્રાંતીય દંપતીના સંતાન અને મૃત્યુ બાદ વિવાદ :ભાવનગરના રંઘોળા ગામે રહેતા અનિલ જૈન અને મોનિકા જૈનને એક 10માં ધોરણમાં અભ્યાસ કરતો દીકરો અને ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બનાવ બાદ મૃતક અનિલ જૈનના મૃતદેહને તેની બહેન આવીને લઈ ગઈ હતી. જ્યારે મોનિકાને પણ તેની બહેન આવીને લઈ ગઈ હતી. આમ દંપતીના મૃત્યુ બાદ પણ વિવાદ બંને પક્ષમાં હોવાનું સામે આવી રહ્યું હતું. જોકે, ઘટના બાદ બાળકો અનાથ બન્યા હોવાની લોક ચર્ચા જાગી છે.

આ પણ વાંચો :Ahmedabad Crime: વસ્ત્રાપુરમાં જાહેરમાં સિક્યોરિટી ગાર્ડની હત્યા, ઘટના સીસીટીવીમાં થઈ કેદ

પતિનો વ્યવસાય અને પોલીસ માટે કારણ ચેલેન્જ રૂપ :ભાવનગર રંઘોળામાં બનેલી ઘટના બાદ ઉમરાળા પોલીસ અને પાલીતાણા Dysp સહિતનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. મૃતક અનિલ જૈન ચાની દુકાનમાં મજૂરી કરતો હતો અને પત્ની ખાનગી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શિક્ષિકા હતી. પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડો થતો હોવાનું આસપાસના લોકોનું કહેવું છે. હત્યા કરીને નાસી ગયેલા અનિલ જૈન પોલીસના હાથે લાગે તે પહેલાં અકસ્માતમાં મૃત્યુ પામતા પોલીસ માટે ઠોસ કારણ જાણવું ચેલેન્જ રૂપ મનાય છે. પોલીસે હાલ ઘરકંકાસ પ્રથમ કારણ સામે ધર્યું છે. બનેલા બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મૃતક મહિલા મોનિકા જૈને અને અનિલ જૈનના અકસ્માત બાદ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગર સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોનિકાના હત્યા બાબતે મૃતક આરોપી પતિ વિરુદ્ધ ઉમરાળા પોલીસે 302 નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details