ગુજરાત

gujarat

લીંબુના ભાવો તળિયે જતા ખેડૂતોએ યાર્ડના દરવાજા કર્યા બંધ

By

Published : Jun 20, 2020, 11:55 AM IST

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવો તળિયે જતા રહેતા ખેડૂતોએ દરવાજા બંધ કરી દીધા હતા. જેમાં પોલીસને બોલાવીને ખોલાવાની ફરજ પડી હતી. ત્યારે ચેરમેને મામલો થાળે પાડી આશ્વાસન આપ્યું હતું. લીંબુની આવક બમણી કરતા વધી જવાને કારણે ભરાવો થયો અને ભાવો ગગડી ગયા હતા.

bhavnagar
ભાવનગર

ભાવનગર : માર્કેટિંગ યાર્ડમાં ખડુતોએ લીંબુના ભાવો તળિયે જતા રહેતા વિરોધ નોંધાવ્યો છે. જોકે, યાર્ડના દરવાજા કલાક સુધી બંધ રહેવાને કારણે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. બાદમાં પોલીસે સમજણથી ખેડૂતોને દરવાજા ખોલાવતા હાશકારો થયો હતો.

લીંબુના ભાવો તળિયે જતા ખેડૂતોએ યાર્ડના દરવાજા કર્યા બંધ
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક આમ તો 5 થી 6 હજાર ગાસડીની હોય છે. પરંતુ ચોમાસાના કારણે હાલ લીંબુનો પાક વધી જતો હોય છે. ત્યારે આજના દિવસમાં 35 હજાર ગાંસડી આવવાને કારણે ભાવો ગગડી ગયા હતા. ભાવ ગગડવાને કારણે ખેડૂતોએ વિરોધ કર્યો અને દરવાજા બંધ કર્યા હતા. અઠવાડિયામાં શુક્રવાર અને મંગળવાર લોકડાઉનના કારણે હરાજી બંધ રહેતી હતી. જેથી ખેડૂતોએ માંગ કરી હતી કે, આવક વધુ હોવાથી ભાવ ગગડી જતા હોય છે. ત્યારે બંધન વારા કાઢી નાખવામાં આવે અને હરાજી રોજ શરૂ રાખવામાં આવે. જેને પગલે યાર્ડના ચેરમેને આશ્વાસન આપીને રોજ હરાજી માટે જણાવ્યું છે.
લીંબુના ભાવો તળિયે જતા ખેડૂતોએ યાર્ડના દરવાજા કર્યા બંધ

ABOUT THE AUTHOR

...view details