ગુજરાત

gujarat

Dummy Candidate Scam : ભાવનગરમાં પકડાયેલા ડમીકાંડના આરોપીઓના SITને મળ્યા રિમાન્ડ

By

Published : Apr 21, 2023, 10:06 PM IST

ભાવનગર શહેરમાં ડમીકાંડમાં એક પછી એક આરોપીઓ પકડાઈ રહ્યા છે, ત્યારે ભાવનગર SITએ હાલમાં છ આરોપીઓ પકડાયા છે. SIT દ્વારા છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

Dummy Candidate Scam : ભાવનગરમાં પકડાયેલા ડમીકાંડના આરોપીઓના SITને મળ્યા રિમાન્ડ
Dummy Candidate Scam : ભાવનગરમાં પકડાયેલા ડમીકાંડના આરોપીઓના SITને મળ્યા રિમાન્ડ

ભાવનગર : શહેરમાં ડમીકાંડમાં એક પછી એક આરોપીઓની લાઇન થતી જાય છે. જોકે, મુખ્ય આરોપી શરદ પનોતના લેપટોપમાં 70થી 80 ડમીકાંડમાં સામેલ લોકોના નામ હોવાની ચર્ચા વચ્ચે SIT દ્વારા વધુ 6 ઝડપી લીધા છે. હવે કુલ આરોપીઓ 14 થયા છે. જેમાં ચર્ચામાં રહેલા પાર્થ જાની પણ ઝડપાયો છે. ત્યારે ભાવનગર SIT દ્વારા છેલ્લે ઝડપાયેલા છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ભાવનગરમાં પકડાયેલા ડમીકાંડના આરોપીઓના SITને મળ્યા રિમાન્ડ

અગાઉ પકડાયેલા મુખ્ય સહિત 8 આરોપીઓ ક્યાં :ભાવનગર SIT દેવર શરદ પનોત અને પ્રકાશ ઉર્ફે પી.કે. કરશન દવેના નિવેદનમાં 36 લોકોના નામ ખુલ્યા હતા, પરંતુ SITએ બાકી રિમાન્ડ દરમિયાન શરદ પનોતે વધુ નામ જાહેર કરતા વિરમદેવસિંહ ગોહિલ એસટીમાં ફરજ બજાવતા શખ્સનું નામ ખોલતા આંકડો 36 ઉપર પહોંચ્યો છે. જોકે, અગાઉ શરદ પનોત, પ્રકાશ ઉર્ફે પીબકે કરશન દવે મુખ્ય આરોપી બાદ બળદેવ રમેશ રાઠોડ, પ્રદીપ નંદલાલ બારૈયા, અક્ષર બારૈયા (પરિક્ષાર્થી), સંજય હરજી પંડ્યા (ડમી) બાદ વિરમદેવસિંહ ગોહિલ અને મિલન બારૈયા ઝડપતા કુલ 8 આરોપીઓ થયા છે.

આરોપીઓ જાહેર બાદ કોર્ટમાં હાજર :ભાવનગર ડમીકાંડમાં SIT દ્વારા વધુ છ શખ્સોને ઝડપી લીધા છે. જેમાં વિપુલકુમાર તુલસીદાસ અગ્રાવત, શિક્ષક, કેન્દ્રવર્તી શાળા, તળાજા જેને 2022માં આરોપી નં.26ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપી હતી. ભાર્ગવ કનુભાઇ બારૈયા, નોકરી MPHW મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આરોગ્ય વિભાગ, મનપા, વડોદરાની જગ્યાએ આરોપી શરદ ભાનુશંકર ભાઈ પનોત દિહોરવાળાએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. પાર્થ ઇશ્વરભાઇ જાની, અભ્યાસ, અધેવાડા, તળાજા રોડવાળાની જગ્યાએ ડમી ઉમેદવારે તરીકે 2022ના રોજ પશુધન નિરીક્ષકની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો :Dummy Candidate Scam : ડમીકાંડમાં યુવરાજસિંહ નેતાના નામ જાહેર કરે તેની પેલા કોંગ્રેસની માંગ

અન્ય આરોપીઓ : અશ્વિન રમેશભાઈ સોલંકી, ખેતી, દિહોરવાળાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે આરોપી મીલન ઘુઘાભાઇએ 2022માં વન રક્ષકની પરીક્ષા આપી હતી. રમેશભાઇ બચુભાઇ બારૈયા, નોકરી, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, આરોગ્ય વિભાગ, સાવરકુંડલાવાળાએ આરોપી નં.28ની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે 2022માં રાજકોટ ખાતે MPHWની પરીક્ષા આપી હતી. રાહુલ દિપકભાઇ લીંબડીયા, અભ્યાસ, ભીમડાદવાળાએ આરોપી નં.13ના ડમી ઉમેદવાર તરીકે 2022નાં રોજ પશુધન નિરીક્ષકની પરીક્ષા આપી હતી.

આ પણ વાંચો :Dummy Candidate Scam : ડમી કૌભાંડ મામલામાં સૌથી વધુ ડમી પરીક્ષા આપનાર મિલન ઘુઘા બારૈયા અને એસટી કર્મીની ધરપકડ

કોર્ટમાં રજૂ મળ્યા રિમાન્ડ :ભાવનગર શહેરના ડમીકાંડમાં પાછળ છેલ્લા પકડાયેલા છ શખ્સોને SIT દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. છ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા રિમાન્ડ માટે રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા છ શખ્સોને રિમાન્ડ મળ્યા હતા. પોલીસને છ શખ્સોને બે દિવસના રિમાન્ડ મળ્યા છે. હવે કુલ 14 આરોપીઓ છે જેમાં મુખ્ય ચારના અને અન્યના રિમાન્ડ આવતીકાલે 22 તારીખે પૂર્ણ થવાના છે.

ABOUT THE AUTHOR

...view details