ગુજરાત

gujarat

નેઈપ ગામે મતગણતરી બાદ વિજય સરઘસમાં બબાલ

By

Published : Mar 3, 2021, 4:17 PM IST

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેઈપ તાલુકા પંચાયતની મતગણતરી પૂર્ણ થયા બાદ વિજય ઉત્સવ મનાવાઇ રહ્યો હતો ત્યારે વિજય સરઘસમાં વિજેતા અને હારેલા ઉમેદવારો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાઈ હતા.

ભાવનગર
ભાવનગર

  • મહુવાના નેઈપ ગામે તાલુકા પંચાયત વિજેતા ઉમેદવારના વિજય સરઘસમાં બબાલ
  • વિજય સરઘસમાં ગુલાલ ઉડતા મામલો બિચક્યો
  • મહુવાના નેઈપ ગામે મતગણતરી પૂરી થતા થયું ઘર્ષણ

ભાવનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નેઈપ તાલુકા પંચાયતની મતગણતરી પૂરી થતા વિજય સરઘસમાં વિજેતા અને હારેલા ઉમેદવારો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં વિજય સરઘસ નીકળતા હારેલા ઉમેદવારના ટેકેદારની દુકાન પાસેથી નીકળતા તેની દુકાનમાં ગલાલ નાખી સૂત્રોચ્ચાર કરતા મામલો બિચકયો હતો અને મારામારીના બનાવ બન્યા હતા અને 3 વ્યક્તિને ઇજા થતાં મહુવા હોસ્પિટલમાં સારવાર માટે ખેસેડવામાં આવ્યા હતા.

ભાવનગર

મતગણતરી પૂર્ણ થયા બાદ ઘર્ષણ થયું

બનાવની વિગત એવા પ્રકારની છે કે, નેઈપ ગામના જીતેન્દ્રભાઈ બટુકભાઈ ભીલ અને ધર્મશીભાઈ ભીલ ગઈકાલે સાંજે તેની દુકાને બેઠા હતા, ત્યારે એક રાજકીય પાર્ટીનું સરઘસ નીકળતા તેની દુકાનમાં ગલાલ ઉડાડતા અને સુત્રોચાર કરતા મારામારીના બનાવ બન્યો હતો. જેમાં જીતેન્દ્રભાઈ અને ધર્મશીભાઈને લાકડી અને ધોકાથી ઇજા થઇ હતી. જ્યારે જીતેન્દ્રભાઈના પત્ની આશાબેન વચ્ચે પડતા તેમને પણ ઇજા થતાં સારવાર માટે મહુવા હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ચૂંટણી માહોલમાં મારામારીની ઘટના

આ બનાવ બાદ મહુવા પોલીસને જાણ થતાં મહુવાના PI ઝાલા થતા સ્ટાફના સભ્યો પહોંચ્યા હતા અને 5 લોકોની અટક કરીને બીજા સંડોવાયેલા આરોપીને પકડવા તજવીજ હાથધરી હતી. આમ મહુવામાં ચૂંટણી માહોલમાં મારામારીની પ્રથમ ઘટના બનતા તંત્ર દોડતું થયું હતું.

ABOUT THE AUTHOR

...view details