ગુજરાત

gujarat

ગુજરાત સરકાર મંદિર અને મજાર બન્નેને અલગ ત્રાજવે તોલે છે: VHP મહામંત્રી

By

Published : Jun 11, 2022, 7:32 PM IST

ભરૂચમાં વિશ્વ હિન્દુ પરિષદ (Vishva Hindu Parishad )દ્વારા 10 દિવસ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિષદનો અંતિમ દિવસ હતો. દેશના હાલના સળગતા પ્રશ્ન નુપુર શર્મા મુદ્દે તેઓએ જણાવ્યું હતું કે દેશમાં જે સ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે નુકસાન પહોચાડવામાં આવ્યું તે સાંખી લેવાય તેમ નથી.

ગુજરાત સરકાર મંદિર અને મજાર બન્નેને અલગ ત્રાજવે તોલે છે: VHP મહામંત્રી
ગુજરાત સરકાર મંદિર અને મજાર બન્નેને અલગ ત્રાજવે તોલે છે: VHP મહામંત્રી

ભરૂચઃ બોરભાઠામાં તપોવન આશ્રમ ખાતે (Bharuch Tapovan Ashram)વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 10 દિવસના (Vishva Hindu Parishad )શિક્ષા વર્ગ પરિષદનું આયોજન કરવામાં(Shiksha Varg Parishad)આવ્યું હતું. આજે તેનો અંતિમ દિવસ હતો. જેમાં વિહિપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિહિપ દ્વારા તપોવન આશ્રમ ખાતે તા. 2 જૂનથી 12 જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિક્ષા વર્ગમાં સમગ્ર રાજ્યમાંથી 140 જેટલા સભ્યોએ લાભ લીધો હતો અને 20 જેટલા શિક્ષકોએ વર્ગનું સંચાલન કર્યું હતું. આજરોજ અંતિમ દિવસે વિહિપના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વિશ્વ હિન્દુ પરિષદ

આ પણ વાંચોઃરામમંદિરના ભૂમિપૂજન માટે મોરબીના મંદિરોમાંથી જળ-માટી એકત્ર કરાયા

મંદિરો હટાવવાનું કામ ગુજરાત સરકાર કરી રહી -તેઓએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે વિહિપએ પોતાના એજન્ડા સાથે કામ કરી રહ્યું છે. દેશના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરી તેમાં કાયદાકીય રીતે કેવી રીતે લડત આપી શકાય તે માટે કાર્ય કરી રહ્યું છે. દેશના હાલના સળગતા પ્રશ્ન નુપુર શર્મા મુદ્દે તેઓએ( Nupur Sharma Controversial Statement)જણાવ્યું હતું કે દેશમાં જે સ્થિતિનું નિર્માણ થયું અને જે રીતે નુકસાન પહોચાડવામાં આવ્યું તે શાખી લેવાય તેમ નથી. નુપુર શર્માની સામે ઢગલે બંધ કેસો થયા છે. તો શું તેઓને દેશની ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ નથી? કાયદાને કાયદાનું કામ કરવા દેવું જોઈએ. તેઓએ ગુજરાત સરકાર સામે તીખા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે હિન્દુએ ક્યારેય વિકાસનો વિરોધી નથી પરંતુ વિકાસના નામે મંદિરો હટાવવાનું કામ ગુજરાત સરકાર કરી રહી છે તે યોગ્ય નથી.

આ પણ વાંચોઃજન્માષ્ટમી પર્વ સાથે VHP ના સ્થાપના દિવસની કરાઇ ઉજવણી

વિકાસના કામોમાં વચ્ચે મંદિર આવે સમાજ સાથે વાટા ઘાટો કરવી જોઈએ -હાલમાં જ સુરતમાં મહાકાલી મંદિરને હટાવવાના મુદ્દે ભારે વિવાદ છે ત્યારે ગુજરાત સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વિકાસના કામોમાં વચ્ચે જો કોઈ મંદિર આવતું હોય તો સમાજ સાથે વાટા ઘાટો કરવી જોઈએ અને તેનું અન્ય યોગ્ય સ્થળે સ્થળાંતર કરવું જોઈએ પરંતુ સુધી મંદિર તોડવાની વાત એ ક્ષમ્ય નથી. ગુજરાત સરકાર મંદિર અને મજાર બન્નેને અલગ ત્રાજવે તોલે છે. માર્ગમાં મજારો પણ આવેલી છે ત્યારે સરકારે તેનો પણ હિસાબ આપવો પડશે કે તેઓએ કેટલી મજાર હટાવી. આ પત્રકાર પરિષદમાં ગુજરાતના 3 પ્રાંતના મંત્રી અશોક રાવત, ઉત્તર ગુજરાત પ્રાંતના મંત્રી નવીન પટેલ, દક્ષિણ ગુજરાત પ્રાંતના મંત્રી અજય વ્યાસ, પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક વિરલ દેસાઈ જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details