ગુજરાત

gujarat

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીએ

By

Published : Aug 24, 2022, 10:41 PM IST

સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડાતા ભરૂચનો ગોલ્ડન બ્રિજ ભયજનક સપાટીએ

નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી ભયજનક સપાટી જોવા મળી હતી. સરદાર સરોવર ડેમમાંથી ગતરોજ 23 રોજ 5,50,000 પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં ફરીથી એકવાર પુરનું સંકટ તોડાઈ રહ્યું છે.Sardar Sarovar Dam , Narmada River, Water revenue in Narmada river

ભરૂચનર્મદા નદી સતત બીજીવાર પૂરના પાણીને લઈને બે કાંઠે વહેતી (Water revenue in Narmada river)થઈ છે. સરદાર સરોવર ડેમમાંથી ફરી 5,50,000 ક્યુસેક પાણી છોડતા ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠાના(Narmada River) વિસ્તારોમાં પૂરનું સંકટ ટોળાઈ રહ્યું છે. નર્મદા નદીમાં સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજની સપાટી ભયજનક સપાટી વટાવીને 27 ફૂટે વહી રહી હતી.

આ પણ વાંચોઅમદાવાદની સાબરમતી નદી બે કાંઠે થઇ તો જોવા મળ્યું આવું, વાસણા બેરેજના 24 દરવાજાએ વહાવ્યું પાણી

નર્મદા નદીમાં પાણીની ભારે આવકઆજરોજ 24 તારીખે 12:00 વાગે ફરીથી નર્મદા નદીમાં 5,62,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા નદીમાં પાણીની ભારે આવક થતા નર્મદા નદીની પાણીની સપાટીમાં સતત ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચોવરસાદના ત્રીજા રાઉન્ડ બાદ રાજ્યમાં હવે માત્ર 2 ટકા વરસાદની ઘટ, રાહત કમિશનરે આપી માહિતી

લોકોને સલામત સ્થળે ખસેડાયા તંત્રને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સૂચનાઓ આપી દેવાય છે. નર્મદા કાંઠાના નજીકના વિસ્તારોમાં નદીના પૂરના પાણી પ્રવેશી શકે તેમ છે જેને લઈને તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખસેડીને સલામત સ્થળે રાખવા માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details