ગુજરાત

gujarat

અંકલેશ્વરના ઉમરવાડા ગામે પરિણીતાના પતિ દ્વારા પૂર્વ પ્રેમીના પિતાની હત્યાથી ચકચાર

By

Published : May 9, 2021, 2:10 PM IST

અંકલેશ્વરમાં પુત્રના સ્ત્રી સાથે કથિત સંબંધે પિતાનો જીવ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પિતા સમજવા જતાં પુત્રની પૂર્વ પ્રેમિકાના પતિએ લાકડાના ફટકા મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ શરુ કરી હતી.

નવીન વસાવા
નવીન વસાવા

  • ઉમરવાડા ગામે પરિણીતાના પતિ દ્વારા પૂર્વ પ્રેમીના પિતાની હત્યા
  • અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે કેસ અંગે તપાસ શરૂ કરી
  • આરોપી લાકડાના ફટકા માથામાં તેમજ અન્ય ભાગે મારી ફરાર

ભરુચઃ અંકલેશ્વરમાં પુત્રના સ્ત્રી સાથે કથિત સંબંધે પિતાનો જીવ લીધો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. પિતા સમજવા જતાં પુત્રની પૂર્વ પ્રેમિકાના પતિએ લાકડાના ફટકા મારી હત્યા કરી ફરાર થઇ ગયો હતો. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ શરુ કરી હતી.

ઉમરવાડા ગામ

આ પણ વાંચોઃ માતા સાથે આડા સંબંધ હોવાની શંકાએ કરી હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડ્યા

પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામ ખાતે રહેતા નવીન વસાવાને ગામમાં રહેતા કિશન વસાવાએ તેમના પુત્ર વિરલ તેની પત્ની વર્ષા સાથે હજુ પણ પ્રેમ સંબંધ હોવાનો વહેમ રાખી ઠપકો આપ્યો હતો. જે ઠપકા અંગે નવીન વસાવા ઘરે આવ્યા હતા. પોતાના પુત્ર વિરલને કિશનની પત્ની જોડે તું કેમ બોલે છે અને લગ્ન પહેલાનો તારો પ્રેમ સંબંધ હજી પણ ચાલુ છે તેમ કહી ઝગડો કર્યો હતો. વિરલને પિતાના ઠપકાથી તેનો કિશનની પત્ની જોડે કોઈ જ સંબંધના હોવાનું જણાવ્યું હતું. જે આધારે નવીન કિશન વસાવાના ઘરે સમજવા માટે ગયા હતા. જો કે તેઓ કિશન વસાવાને સમજાવવા જતા કિશન ઉશ્કેરાય ગયો હતો અને ઝઘડો કરી લાકડાના ફટકા માથામાં તેમજ અન્ય ભાગે મારી ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચોઃ કૌટુંબિક ભાઇ-બહેન વચ્ચે પ્રેમ પાંગર્યો, મંગેતરે પ્રેમીની કરી હત્યા

ઈજાગ્રસ્તને રીક્ષામાં હોસ્પિટલ લઈ જવાયો

આ અંગે સ્થાનિક લોકોએ વિરલને જાણ કરતા તે ઘટના સ્થળે દોડી આવી ગામમાંથી રીક્ષા લઇ લોહી લુહાણ હાલતમાં પિતાને જયાબહેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નવીન વસાવાને મૃત જાહેર કર્યો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ગણતરીના સમયમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details