ગુજરાત

gujarat

ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે મોટી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

By

Published : Oct 4, 2020, 2:17 PM IST

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે ભરૂચમાં કોરોનાના કહેર વચ્ચે મોટી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.

મોટી બજાર
મોટી બજાર

ભરૂચ: જિલ્લામાં કોરોનાના કહેર વચ્ચે મોટી બજારમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. લોકો માસ્ક વગર બેફિકરાઈથી ફરતા જોવા મળ્યા હતા.

મોટી બજાર
ભરૂચની મોટી બજાર વિસ્તારમાં રવિવારના રોજ ભરાતા માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. લોકો અને વેપારીઓ માસ્ક વગર જ ફરતા જોવા મળ્યા હતા. લોકોને જાણે હવે કોરોનાનો ખોફ જ રહ્યો નથી. આ તરફ કોરોના મહામારીના કારણે નગર સેવા સદન દ્વારા રવિવારે ભરાતા માર્કેટને મંજૂરી આપવામાં આવી નથી તેમ છતાં માર્કેટ ભરાયું હતું.

ABOUT THE AUTHOR

...view details