ગુજરાત

gujarat

માતાજી તમારૂ દુઃખ દૂર કરશે, આજે પણ તાંત્રિક વિધિના બહાને લાખો પૈસા ગુમાવે છે લોકો

By

Published : Aug 1, 2022, 3:53 PM IST

ભરૂચ શહેરમાં પૂજા અને તાંત્રિક વિધિના બહાને પૈસા પડાવનાર ગેંગનો પર્દાફાશ (Bharuch Extortion gang busted ) કરવામાં આવ્યો છે. આરોપી પોતે માતાજી હોવાનો ઢોંગ કરી લોકો પાસે વિધિના બહાને રૂપીયા પડાવતા હતા. ફરિયાદી પાસેથી વિધિ કરવાના બહાને ૩ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી, જેની ફરીયાદના આધારે પોલીસે કાર્યવાહી કરીને તમામને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.

ભરૂચમાં પૂજા અને તાંત્રિક વિધિના બહાને પૈસા પડાવનાર ગેંગનો પર્દાફાશ
ભરૂચમાં પૂજા અને તાંત્રિક વિધિના બહાને પૈસા પડાવનાર ગેંગનો પર્દાફાશ

ભરૂચ:શહેરમાં રહેતા એક બહેને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપેલ કે સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડ જે પોતે માતા હોવાનુ જણાવે છે. તેઓ લોકોની સમસ્યાઓના ઉકેલ પૂજા તથા વિધિઓ કરી આપે છે. જેથી ફરીયાદીના ભાઇ કે જે પોતે કુટેવો ધરાવતો હોય જે છોડાવવા માટે ફરીયાદીએ સપના ઉર્ફે સોનલબેન ઉર્ફે માતાજીનો સંપર્ક (Bharuch Extortion gang busted) કર્યો હતો. માતાજી સાથે તેઓના ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ તથા ભુપેશભાઇ રમણભાઇ માછી કહ્યુ કે, માતાજી તમારૂ દુઃખ દૂર કરી દેશે તે માટે સામાન્ય વિધિ કરવી પડશે જેના માટે નજીવો ખર્ચ થશે.

આ પણ વાંચો:કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન

ફરીયાદીને આ માતાજી તથા ચેલાઓ ઉપર વિશ્વાસ આવતા તેઓએ માતાજીના ચેલા ગૌરવ અનીલભાઇ પારેખના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપીયા ૩,૬૭,૮૪૯ /- ઓન લાઇન ટ્રાન્સફર કર્યા છતા પણ ફરીયાદીના ભાઇને સારૂ ન થતા ફરીયાદીએ માતાજીનો સંપર્ક કરતા માતાજીએ વધુ વિધિ કરવી પડશે તવુ જણાવતા ફરીયાદીને શંકા ગઈ હતી. પોતાની પાસે વારંવાર પૂજા તથા વિધિના નામે પૈસા ખંખેરવામાં આવે છે, જેથી ફરીયાદીએ પોતાના પૈસા પરત માંગેલ જેથી માતાજીએ ફરીયાદીને જણાવેલ કે મારા ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ તથા ભુપેશભાઇ રમણભાઇ માછી બન્ને બહુ ખતરનાક છે. રૂપીયા પાછા માંગશો તો તમારે જીવ પણ ગુમાવવો પડી શકે જેથી ફરીયાદી ગભરાય અને થોડા દિવસો બાદ પોલીસનો સંપર્ક કર્યો હતો. તેઓને હિંમત આપી આ બાબતે ફરીયાદ આપવા ભરૂચ શહેર " એ " ડીવી . પો.સ્ટે . ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:દીયર બન્યો જહેર: ફેર એન્ડ લવલી લાવાનું કહી ખેતરમાં લઈ ગયો નરાધમ

આ કામે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ , આવા બનાવો અટકાવવા તથા શોધી કાઢવા ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ નાઓએ આપેલ સુચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરુચ શહેર " એ " ડીવીઝન પો.સ્ટે . નાઓ દ્વારા ઉપરોક્ત ગુનો શોધી કાઢવા તથા આવા લેભાગુ તત્વોને પકડી પાડવા તેમ બનાવી જે આધારે પો.સ્ટે , ના સર્વેલન્સ સ્ટાફ તથા અધિકારીઓ તથા પોલીસ માણસોએ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ પૈકી નીચે મુજબના બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે આ કામે આરોપીઓની સઘન પુછપરછ કરી વધુ તપાસ અર્થે નામદાર કોર્ટમાં રીમાન્ડ માંગતા દિન - પ ના પોલીસ રીમાન્ડ મંજુર થયેલ છે.

ABOUT THE AUTHOR

...view details