ગુજરાત

gujarat

અંકલેશ્વરની ESIC હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરાય

By

Published : Mar 31, 2021, 3:41 PM IST

Updated : Mar 31, 2021, 4:49 PM IST

કોરોનાનું સંક્રમણ વધતા અંકલેશ્વર GIDC સ્થિત ESIC હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ તરીકે વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે.

ભરૂચ જીલ્લામાં કોરોનાનું વધતું સંક્રમણ
ભરૂચ જીલ્લામાં કોરોનાનું વધતું સંક્રમણ

  • ભરૂચ જીલ્લામાં કોરોનાનું વધતું સંક્રમણ
  • ESIC હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ
  • 11 તબીબોની ટીમ રહેશે હાજર

ભરૂચ: જિલ્લામાં ફરી એકવાર કોરોના સંક્રમણ વધ્યું છે અને રોજના સરેરાશ 12થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાની પ્રથમ લહેરમાં અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી. જોકે કોરોનાનું સંક્રમણ ઘટતા જયાબહેન મોદી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. હવે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે, ત્યારે અંકલેશ્વર GIDCમાં આવેલી ESIC હોસ્પિટલને સ્પેશિયલ કોવિડ હોસ્પિટલ જિલ્લા ક્લેક્ટરના આદેશથી જાહેર કરવામાં આવી છે.

ESIC હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરાઈ

આ પણ વાંચો:સરકારે ખાનગી હોસ્પિટલોને બચાવવા મોતનું સેન્ટર અમદાવાદ સિવિલને બનાવ્યું: ઈમરાન ખેડાવાલા

50 બેડ અને 11 તબીબોની સુવિધા

આ અંગે ESIC હોસ્પિટલના એડમીન હેડ ધર્મેન્દ્ર વસાવાએ જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને સારવાર અહીં આપવામાં આવશે. હોસ્પિટલમાં 50 બેડની સુવિધા રાખવામાં આવી છે અને 11 તબીબોની ટીમ તૈનાત રહેશે.

આ પણ વાંચો:કોરોનાના કેસ વધતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ સજ્જ

Last Updated : Mar 31, 2021, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details