ગુજરાત

gujarat

કોરોનાના કહેર વચ્ચે ભરુચ પાસેના કેબલ બ્રિજ પર સન્નાટો

By

Published : Mar 26, 2020, 7:05 PM IST

લોકડાઉનના કારણે હજારો વાહનોથી ધમધમતા માર્ગો હવે સુમસામ ભાસી રહ્યા છે. આવો જ કંઈક નજરો ભરૂચ નજીકના કેબલ બ્રિજ પર જોવા મળ્યો હતો.

a
કોરોનાના કહેર વચ્ચે ભરુચ પાસેનો કેબલ બ્રિજ પર સન્નાટો

ભરૂચઃ કોરોના વાઈરસના કહેર વચ્ચે ભરૂચ નજીક આવેલા કેબલો બ્રીજ ખાલીખમ જોવા મળ્યો હતો અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર પણ વાહનોના ભારણમાં ઘટાડો નોંધાયો હતો. કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે શહેરોમાં હજુ પણ લોકોની અવર જવર જોવા મળી રહી છે. બીજી તરફ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર વાહનોના ભારણમાં ઘટાડો નોધાયો છે.

રાજધાની દિલ્હીથી આર્થિક રાજધાની મુંબઈને જોડતો ગોલ્ડન કોરીડોર એટલે કે રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર 48 પર વાહનોની સંખ્યા ઘટી છે. ભરૂચ નજીક નર્મદા નદી પર આવેલો દેશનો સોથી લાંબો કેબલ સ્ટેઈડ બ્રીજ ખાલીખમ જોવા મળી રહ્યો છે અને લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details