ગુજરાત

gujarat

ભરૂચમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણી અગાઉ BTSમાં ભંગાણ

By

Published : Feb 11, 2021, 6:31 PM IST

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી અગાઉ ભારતીય ટ્રાયબલ પાર્ટીની યુવા પાંખ ભીલિસ્તાન ટાઈગર સેનાના ભરુચ જિલ્લા પ્રમુખ સહિત 200 લોકો ભાજપમાં જોડાયા છે. તેનાથી BTSમાં મોટું ભંગાણ પડ્યું છે.

BTSના  200 લોકો જોડાયા ભાજપમાં
BTSના 200 લોકો જોડાયા ભાજપમાં

  • ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં ભંગાણ
  • જિલ્લા પ્રમુખ સહિત 200 લોકો જોડાયા ભાજપમાં
  • BTP-AIMIMના ગઠબંધનથી નારાજગી હોવાની ચર્ચા

ભરુચ : રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભરૂચ જિલ્લાના રાજકારણમાં ઘમાસાણ સર્જાયુ હતું. આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવનારી ભારતીય ટ્રાયબલ પાર્ટીની યુવા પાંખ ભીલિસ્તાન ટાઈગર સેનામાં ગાબડું પડ્યું છે. BTSના ભરુચ જિલ્લા પ્રમુખ સંદીપ વસાવા સહિત ભાલોદ ગામના 200 આદિવાસી યુવાનો અને રૂંઢ ગામના મુસ્લિમ સમાજના યુવાનો ભાજપમાં જોડાયા હતા.

BTSના 200 લોકો જોડાયા ભાજપમાં

સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા ભાજપમાં જોડાયા

ઝઘડિયા તાલુકા ભાજપાના મહામંત્રી દિનેશભાઈ વસાવા અને ભૂપેન્દ્રસિંહ રાઠોડે તેમને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. ભાજપનો ખેસ ધારણ કરનારા સંદીપ વસાવાએ આ અંગે જણાવ્યુ હતું કે, તેમને છેલ્લા ઘણા સમયથી ભારતીય ટ્રાયબલ પાર્ટી સાથે જોડાયેલા હતા. શિક્ષિત યુવાનોનો ભોગ લેવાઈ રહ્યો છે, ત્યારે ભાજપના સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા તેમને ભાજપમાં જોડાયા છે.

BTP-AIMIMના ગઠબંધનથી નારાજગી હોવાની ચર્ચા

સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં છોટું વસવાની ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા અસદુદ્દીન ઓવૈસીની AIMIM સાથે ગઠબંધન કરવામાં આવ્યું છે. જેનાથી BTPના જ અનેક આગેવાનો અને કાર્યકરો નારાજ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. એક પછી એક આગેવાનો પક્ષ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details