ગુજરાત

gujarat

ભરૂચમાં બીજેપી દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને બિસ્કિટ વિતરણ કરાયા

By

Published : Dec 25, 2020, 4:18 PM IST

Updated : Dec 25, 2020, 4:34 PM IST

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં બીજેપી દ્વારા બાળકોને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, કોરોના કાળમાં કાર્યક્રમમાં આવેલા બાળકોને માસ્ક પણ પહેરીયા ન હતા. તો સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, પૂર્વ વડાપ્રધાન સ્વ.અટલ બિહારી વાજપેઈની જન્મ જયંતિની ભાજપ દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.

બાળકોને બિસ્કિટ વિતરણ કરાયા
બાળકોને બિસ્કિટ વિતરણ કરાયા

  • પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિની ભાજપ દ્વારા ઉજવણી
  • ભરૂચ શહેર ભાજપ દ્વારા બાળકોને બિસ્કિટ વિતરણ કરી કરાઈ ઉજવણી
  • સોશિયલ ડિસ્ટન્સનો ભંગ જોવા મળ્યો

ભરૂચઃ શહેરમાં ભાજપ દ્વારા સેવા કાર્યના ભાગરૂપે ગરીબ બાળકોને બિસ્કિટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભાજપના આગેવાનો દ્વારા ગરીબ બાળકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના કાળમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનોની બેદરકારી જોવા મળી હતી. બિસ્કિટ આપવા માટે બોલાવાયેલા બાળકોને માસ્ક પણ પહેરાવવામાં આવ્યા ન હતા, તો બાળકો વચ્ચે દો ગજની દુરી પણ રાખવામાં આવી ન હતી.

બાળકોને બિસ્કિટ વિતરણ કરાયા

જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડ લાઇનનું પાલન થયું ન હતું, ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓએ તો માસ્ક પહેરી કોરોનાથી તેમની રક્ષા કરી લીધી હતી, જોકે બાળકોએ માસ્ક પહેરીયા ન હતા.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે બાળકોને બિસ્કિટ વિતરણ કરાયા
Last Updated : Dec 25, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details