ગુજરાત

gujarat

BTPના આગેવાનો સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરતા હોવાના ભાજપના હોદ્દેદારોના આક્ષેપનો મામલો

By

Published : Aug 21, 2020, 6:02 PM IST

નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા પંથકમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનો સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરતા હોવાનો ભાજપના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો હતો. હવે મામલે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં રાજ્યપાલને સંબોધી ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખનીજ ચોરીમાં ભાજપના આગેવાનો સંડોવાયા છે તેવો આરોપ મુકવામાં આવ્યો છે.

બીટીપીના આગેવાનો ખનીજ ચોરી કરતા હોવાના આક્ષેપ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
બીટીપીના આગેવાનો ખનીજ ચોરી કરતા હોવાના આક્ષેપ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ: નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા પંથકમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના આગેવાનો સરકારી જમીનમાંથી ખનીજ ચોરી કરતા હોવાનો ભાજપ નેતાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જે અંગે થોડા દિવસ અગાઉ ભાજપના હોદ્દેદારોએ ઝઘડીયા ખાતે મામલતદારને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું. હવે ભારતીય ટ્રાયબલ પાર્ટીના ધારાસભ્ય મહેશ વસાવાની આગેવાનીમાં શુક્રવારે રાજ્યપાલને સંબોધી ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવ્યા અનુસાર ભાજપના જ આગેવાનો ખનીજ ચોરીમાં સંડોવાયા છે તેવો આરોપ મુકી આ સમગ્ર મામલાની કાયદાકીય તપાસની માગ કરવામાં આવી છે. આ સાથે જ સાંસદ મનસુખ વસાવા દ્વારા સ્થાનિક વિકાસ ભંડોળમાં ભાજપના જ આગેવાનોને આર્થિક ફાયદો થાય એ રીતે નાણાં ફાળવવામાં આવતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

ભાજપ આગેવાનો ખનીજ ચોરી કરતા હોવાના આક્ષેપ સાથે BTP દ્વારા ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
રાજ્ય સરકારે કરેલા જમીન કાયદામાં સુધારા અંગે દેદિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગપતિઓને જમીન સોંપી દેવા માંગે છે આથી આ પ્રકારના સુધારા કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details