ગુજરાત

gujarat

ભરૂચ સાંસદ મનસુખ વસાવા કોરોના સંક્રમિત, યુ.એન.મહેતામાં કરાયા દાખલ

By

Published : May 20, 2021, 5:04 PM IST

ગુજરાત ભાજપના સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ આવતા એમને વધુ સારવાર અર્થે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. હાલ એમની તબિયતમાં સુધાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ તબક્કે હોસ્પિટલમાં ભાજપ સાંસદ મનસુખ વસાવા સાથે નર્મદા અને ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનો હાજર હોવાનું પણ જાણવા મળ્યું છે.

ભરૂચ સાંસદ મનસુખ વસાવા કોરોના સંક્રમિત
ભરૂચ સાંસદ મનસુખ વસાવા કોરોના સંક્રમિત

  • ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા કોરોનાના સકંજામાં
  • વસાવાને સીટી સ્કેન રિપોર્ટમાં ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું
  • તબિયત લથળતા અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડાયા

નર્મદા: જિલ્લામાં કોરોના કહેરે સામાન્ય લોકોને બાનમાં લીધા છે. કોરોનાના ભરડામાં ઘણા અભિનેતાઓ, નેતાઓ આવી ચૂક્યા છે. ત્યારે, ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ કોરોનાનો ભોગ બન્યા છે. 4થી 5 દિવસ પહેલા મનસુખ વસાવાને સામાન્ય તાવ અને શારીરિક નબળાઈની તકલીફ હતી. આથી, એમણે ટેસ્ટ કરતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત, સીટી સ્કેન રિપોર્ટમાં ફેફસામાં ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે. ગત 19 મેના રોજ તબિયતમાં સુધારો ન થતા તેમને તાત્કાલિક અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે હાલમાં એમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:નર્મદામાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર થતાં બે સાંસદોએ અચાનક કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

કોરોના જાગૃતિના કાર્યક્રમોના કારણે સાંસદ થયા સંક્રમિત

ઉલ્લેખનીય છે કે, સાંસદ દ્વારા નર્મદા-ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ટેસ્ટિંગ અને કોરોના વિરોધી રસીકરણ બાબતે અવાર નવાર જાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. આ દરમિયાન, તેમની સાથે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ સહીત અન્ય ભાજપ કાર્યકરો પણ હાજર રહેતા હતા. આ જાગૃતિના કાર્યક્રમ દરમિયાન જ તેઓ કોરોના સંક્રમિત થયા હશે એવું અનુમાન લગાવાઈ રહ્યુ છે.

આ પણ વાંચો:કોરોનાના વધતા જતાં સંક્રમણ વચ્ચે વડોદરાનું જનસેવા કેન્દ્ર પાંચ દિવસ બંધ રહેશે

ABOUT THE AUTHOR

...view details