ગુજરાત

gujarat

Bharuch Crime News : સરકારી સંપત્તિની ચોરી કરનાર પંજાબી ગેંગના સાગરિતો ઝડપાયા

By ETV Bharat Gujarati Team

Published : Aug 31, 2023, 10:23 PM IST

ભરૂચ જીલ્લામાંથી પસાર થતા નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી ૪૫ લાખથી વધુના ક્રેટનરી કોપર કેબલની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કેટનરી કોપર કેબલ ચોરી કરનાર પંજાબી ગેંગના 6 સાગરીતોને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

Bharuch Crime News
Bharuch Crime News

સરકારી સંપત્તિની ચોરી કરનાર પંજાબી ગેંગના સાગરિતો ઝડપાયા

ભરૂચ :ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવ નિર્મિત ગુડ્સ ટ્રેનના રેલવે ટ્રેકમાંથી લાખોની કિંમતના કેટનરી કોપર કેબલ ચોરી થઈ હતી. ત્યારે આ ચોરીને અંજામ આપનાર પંજાબી ગેંગના 6 સાગરીતોને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.

સરકારી સંપત્તિની ચોરી : આ અંગે ભરૂચ DySP આર.આર. સરવૈયાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ભારત સરકારના રેલ્વે ડિપાર્ટમેન્ટ દ્વારા ફ્રેઈથ કોરિડોરનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. લાંબા વિસ્તાર સુધી ટ્રેક બિછાવવામાં આવ્યા છે. આ ટ્રેકમાં એન્જિન ઇલેક્ટ્રિક પાવરથી ચાલતા હોય છે. જેમાં જે કેબલ ઉપયોગ કરવામાં આવે છે તેને ક્રેટનરી કોપર કેબલ કહેવામાં આવે છે.

આ બાબત ખૂબ જ ગંભીર હતી. ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળેલ અને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં 120 કિલો ક્રેટનરી કોપર કેબલ મળી આવેલ અને તેની વધુ પુછપરછ કરતા અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. -- આર.આર. સરવૈયા (DySP ભરૂચ)

પંજાબી ગેંગનું કારનામું :ભરૂચ જિલ્લા સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે. ત્યારે જૂન અને જુલાઈ માસના સમય ગાળામાં ભરૂચ જિલ્લાના મનુબર અને થામ ગામની વચ્ચેથી રેલવે વિભાગની સંપત્તિની ચોરી થઈ હતી. ઇલેક્ટ્રિક એન્જિન માટે લગાવવામાં આવેલ કેટનરી કોપર કેબલ તથા કોન્ટેક કોપર વાયરોની કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરવામાં આવી હતી. જેમાં કુલ 45 લાખથી વધુની મત્તાની ચોરી થયા હોવાનું ધ્યાને આવ્યું હતું. જે અંગે નવ નિર્મિત રેલવે પ્રોજેક્ટ મેનેજમેન્ટ તરફથી ભરૂચ રૂરલ પોલીસ મથકે બે અલગ અલગ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

6 આરોપીઓ ઝડપાયા : ફરિયાદના આધારે રેલ્વેના કેબલ વાયરોની ચોરીના ગુનાને ગંભીરતા સમજી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુનાની તપાસ જિલ્લા ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી હતી. ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ ભરૂચ દહેજ હાઇવે ઉપર એક્સપ્રેસ વેની નીચેના ભાગેથી બાતમીના આધારે પંજાબી ગેંગના ઈસમોને લોખંડના કટર સાથે ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા આરોપી :

  • અમલોકસિંઘ બલવિંદરસિંઘ મજબીસિંગ
  • રાજદીપસિંઘ બાબુસિંઘ જાટ ઉર્ફે જગ્ગા
  • મિન્હાજ મોહમંદભાઇ સિંધા
  • નારાયણસિંગ ઉર્ફે ઠાકુર કુપસિંગ પરમાર
  • સુરેશકુમાર અખાજી પુરોહીત
  • મનસુખભાઇ પોપટભાઇ પટેલ

વોન્ટેડ આરોપીઓ :

  • સતનામસિંઘ ઉર્ફે સત્તાર
  • ગુરદીપસિંઘ ઉર્ફે દિપ
  • અર્જુન પુરોહીત
  1. Bharuch crime news: ભરૂચમાં વેપારી પર થયેલા ફાયરિંગના બનાવમાં ચોંકાવનારો ખુલાસો, પુત્રએ જ પિતાની હત્યા માટે સોપારી આપી હતી
  2. Bharuch Crime : મામાએ સંબંધોના તાર તાર પીંખી નાખ્યા, માત્ર 14 વર્ષીય ભાણી પર આચર્યું દુષ્કર્મ

ABOUT THE AUTHOR

...view details