ગુજરાત

gujarat

ભરૂચ: વાલિયા-નેત્રંગ માર્ગ પર શ્રધ્ધાળુઓનો ટેમ્પો પલટી જતા અકસ્માત, 11 લોકોને ઇજા

By

Published : Jul 11, 2021, 11:30 AM IST

bharuch
ભરૂચ: વાલિયા-નેત્રંગ માર્ગ પર શ્રધ્ધાળુઓનો ટેમ્પો પલટી જતા અકસ્માત, 11 લોકોને ઇજા

ભરૂચના નેત્રંગ રોડ પર ચંદેરીયા ગામ નજીક ભક્તોને લઈ જતા ટેમ્પાનો અક્સ્માત થયો હતો, જેમાં 11 યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા.

  • ભરૂચના નેત્રંગ રોડ પર અક્સ્માત
  • 11 લોકોને પહોંચી ઈજા
  • 2 મુસાફરોની હાલત ગંભીર

ભરૂચ: જિલ્લાના વાલિયા નેત્રંગ રોડ પર ચંદેરીયા ગામ નજીક ટેમ્પો પલટી જતા સર્જાયેલ અકસ્માતમાં 11 મુસાફરોને ઇજા પહોંચી હતી. શ્રદ્ધાળુઓ દેવમોગરા માતાના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા હતા, એ દરમ્યાન તેઓને અકસ્માત નડ્યો હતો.

11 મુસાફરોને ઈજા

જિલ્લાના વાલીયાથી નેત્રંગને જોડતા સ્ટેટ હાઇવે પર આજ( રવિવાર,11 જૂલાઈ ) રોજ સવારના સમયે અકસ્માતની ઘટના સામે આવી હતી. ટેમ્પો ચાલક મુસાફરો બેસાડી વાલિયા નેત્રંગ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો એ દરમ્યાન તેણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો માર્ગની બાજુમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેમ્પામાં સવાર 11 મુસાફરોને ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો :ડાકોર પાસે એસટી બસને અકસ્માત, 10થી વધુ લોકો ઘાયલ

2 મુસાફરોની હાલત ગંભીર

બનાવની જાણ થતાની સાથે જ આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નેત્રંગ ખસેડવામાં આવ્યા છે. 11 લોકો પૈકી 2 મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો : ધંધુકા- બરવાળા હાઇવે પર એસટી બસ અને બાઈક વચ્ચે અક્સ્માત

સુરતના સરસ ગામના શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના શ્રદ્ધાળુઓ ટેમ્પામાં બેસી દેવમોગરા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા દરમ્યાન તેઓને માર્ગમાં અકસ્માત નડ્યો હતો. બનાવ અંગે વાલિયા પોલીસે તપાસ શરૂ કરી છે

ABOUT THE AUTHOR

...view details