ગુજરાત

gujarat

વડગામના ધારાસભ્યએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા સહાય કેમ્પઇન શરૂ કર્યું

By

Published : May 6, 2021, 10:55 AM IST

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઓક્સિજન પ્લાન્ટ માટે સહાય માંગતા રોડ પર નજરે પડ્યા. સરકારે ધારાસભ્યની ગ્રાન્ટ રિલીઝ ન કરતા પોતાના વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે જીગ્નેશ મેવાણી અને તેમના સમર્થકોએ સહાય કેમ્પેઈન બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી શરૂ કર્યું હતું.

corona
વડગામના ધારાસભ્યએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા સહાય કેમ્પઇન શરૂ કર્યું

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોના કેસમાં વધારો
  • વડગામના ધારાસભ્યએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા માટે ધારાસભ્યએ માંગી મદદ
  • અગાઉ પણ અનેક ધારાસભ્યોએ ઓક્સિજન માટે કરી હતી સહાય

વડગામ: તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી બુધવારે ઓક્સિજન પ્લાન્ટ બનાવવા માટે સહાય માંગતા રોડ પર જોવા મળ્યા હતા. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો આક્ષેપ છે કે ગુજરાત હાઇકોર્ટમાં તમણે આ મામલે પિટિશન દાખલ કરી છે. તેમણે સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું છે કે ગુજરાતના 182 જેટલા ધારાસભ્યની ગ્રાન્ટ કોરોના જેવા કપરા કાળમાં સરકારે રોકી રાખી છે. જેના કારણે પોતાના મતવિસ્તારના લોકોને તેઓ મદદ કરી શકતા નથી. વડગામ મત વિસ્તારમાં અનેક લોકો કોરોના મહામારીમાં ઓક્સિજનની અછતના કારણે મોતને ભેટી રહ્યા છે. જેથી પોતાના વિસ્તારના લોકોને મોતના મુખમાંથી બચાવવા અને ઓક્સિજન પ્લાન્ટ વડગામ વિસ્તારમાં કાર્યરત કરવા માટે આજે પોતાના સમર્થકો સાથે તેમણે પાલનપુરના એરોમા સર્કલ પર લોકો પાસેથી ફાળો એકત્ર કરતા નજરે પડ્યા હતા.

કોરોના કેસ વધતા સંસાધનોની અછત

જે પ્રમાણે સમગ્ર ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે હાલમાં ખાનગી અને સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. કોરોના વાઇરસના વધતા કેસોને કારણે અત્યારે દર્દીઓને સૌથી વધુ ઓક્સિજન અને રેમડેસીવીરની જરૂરિયાત પડી રહી છે પરંતુ ગુજરાતમાં કોરોના દર્દીઓ વધી રહ્યા છે તે પ્રમાણે અનેક જિલ્લાઓમાં હાલ પરિસ્થિતિ બેકાબૂ બનતી જાય છે. સતત બગડી રહેલી પરિસ્થિતિના કારણે હાલ વારંવાર ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે.

વડગામના ધારાસભ્યએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવા સહાય કેમ્પઇન શરૂ કર્યું

આ પણ વાંચો :કોરોનાની ચેઇન તોડવા બે તબક્કામાં 6 દિવસ અંબાજીના બજારો સ્વૈચ્છિક રહ્યા બંધ

ધારાસભ્યો સ્વખર્ચે કરી રહ્યા છે જનતાની મદદ

હાલમાં મોટાભાગના તાલુકાઓમાં ધારાસભ્યો અને વિવિધ સંગઠનો દ્વારા પોતાના સ્વખર્ચે ફંડ એકત્રિત કરી લોકોને ઑક્સિજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી અનેક ધારાસભ્યોએ ઓક્સિજનની અછત પૂરી થાય તે માટે પોતાના સ્વખર્ચે ઓક્સિજન માટે સહાય આપી છે. સરકાર દ્વારા હાલમાં ધારાસભ્યોની ગ્રાન્ટ બંધ કરી દેતા હવે ધારાસભ્યોએ રસ્તા પર ફંડ એકત્રિત કરવાની ફરજ પડી રહી છે. અગાઉ પર વાવ થરાદ જેવા ગ્રામીણ વિસ્તારોના ધારાસભ્યોએ સ્વખર્ચે ઓક્સિજન માટે સહાય આપી હતી જેના કારણે અનેક કોરોના દર્દીઓને સમયસર ઓક્સિજન મળ્યો હતો ત્યારે હજુ પણ આગામી સમયમાં પરિસ્થિતિ ગંભીર થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ હોસ્પિટલો પર સમયસર ઓક્સિજન પૂરો પાડવામાં આવે તેઓ લોક માંગ છે.

ABOUT THE AUTHOR

...view details