ગુજરાત

gujarat

થરાદ સાચોર હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

By

Published : Jan 7, 2021, 3:23 PM IST

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ સાચોર હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

થરાદ સાચોર હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો
થરાદ સાચોર હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો

  • ગુનાહિત પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો
  • થરાદ પંથકમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો જારી
  • થરાદ સાચોર હાઇવે પરથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ સાચોર હાઇવે પર આવેલા ભિલોડા ગામ નજીકથી એક શંકાસ્પદ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે આજુ-બાજુના લોકો અને થરાદ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે થરાદ રેફરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા મળેલા મૃતદેહની આ ઘટનામાં યુવકની હત્યા કરાઇ હોવાની આશંકાઓનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

થરાદ પંથકમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો જારી

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો છે, ત્યારે આજે વધુ એક બિનવારસી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તેના વાલીવારસોની શોધખોળ હાથ ધરી હત્યા થઈ છે કે, આત્મહત્યા તે ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.

ABOUT THE AUTHOR

...view details