ગુજરાત

gujarat

રાજસ્થાનથી વિખુટા પડેલા મૂક બધિર પુત્રનું પરિવાર સાથે સોશિયલ મીડિયાએ કરાવ્યું મિલન

By

Published : Oct 4, 2020, 12:38 PM IST

રાજસ્થાનનો એક મૂક બધિર કિશોર ગુરુવારે સાંજે બનાસકાંઠાના થરાદ તાલુકાના મિયાલ ગામમાં આવી ગયો હતો. જોકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મધરાતે તેનું પરિવાર સાથે મિલન થવા પામ્યું હતું. જોકે, યુવકને થરાદના મિયાલ ગામના ડે. સરપંચે પોતાના ઘેર લઈ જઈને સરભરા પણ કરી હતી.

Banaskantha
રાજસ્થાનથી વિખુટા પડેલ મૂકબધિર પુત્ર

બનાસકાંઠા: થરાદ તાલુકાના મિયાલ ગામની દુધ મંડળી ઉપર ગુરૂવારના સાંજે છ કલાકના સુમારે એક અજાણ્યો યુવક આવી ગયો હતો. જે બોલી અને સાંભળી શકતો ન હતો, પરંતુ સમજી શકતો હતો. જોકે તે કોણ છે અને કયાનો છે, તે અંગે ગ્રામજનોએ મહેનત કરવા છતાં પણ કોઇ પત્તો લાગ્યો ન હતો.

જ્યારે આખરે સાંજ થઈ જવાના કારણે તેને ગામના ડેપ્યુટી સરપંચ વરધાજી કુપાજી પોતાના ઘરે લઇ ગયા હતા અને કિશોરના ફોટા સાથેના મેસેજ સોશિયલ મીડિયામાં ગુજરાતી ભાષામાં વાયરલ કરી ડે. સરપંચના મોબાઈલ નંબર પર કિશોર બાબતે સંપર્ક કરવાની વિનંતી કરવામાં આવી હતી.

રાજસ્થાનથી વિખુટા પડેલ મૂકબધિર પુત્રનું પરિવાર સાથે સોશિયલ મીડિયાએ કરાવ્યું મિલન

જ્યારે બીજી બાજુ રાજસ્થાનના પિતાએ પણ પોતાનો છોકરો સવારથી લાપતા હોવાની અને તે બોલી કે સાંભળી શકતો નથી અને કોઈને ભાળ મળે તો તેમના મોબાઈલ પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી. જે મેસેજ હિન્દી ભાષામાં ફરતો થયો હતો. આ બંને બાજુના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. જ્યારે આખરે રાત્રિના બે કલાકે કિશોર દિનેશકુમારના પિતા બાબુલાલ ડે. સરપંચના ઘરે આવીને કિશોરને લઈ ગયા હતા.

આમ સોશિયલ મીડિયાના કારણે વિખૂટા પડેલા પુત્રના પરિવાર સાથે સુખદ મિલન થવા પામ્યું હતું. જેમાં કિશોર ઘરેથી દસ કલાકે નીકળી કોઇ વાહનમાં મિયાલ ગામમાં આવી પહોંચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details