ગુજરાત

gujarat

Bhadravi Mahamela in Ambaji : અંબાજીમાં ભાદરવી મહામેળાની તૈયારીના ભાગરૂપે આજે જાહેર મીટીંગ યોજાઇ

By

Published : Aug 21, 2023, 4:33 PM IST

યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ત્યારે અંબાજીમાં ભાદરવી મહા મેળાનું અનેરૂ મહત્વ છે. 2023 ના ભાદરવી મહામેળાની તૈયારીના ભાગરૂપે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર તૈયાર છે.

અંબાજીમા ભાદરવી મહામેળાની તૈયારીના ભાગરૂપે આજે અંબાજી ખાતે જાહેર મીટીંગ યોજાઇ
અંબાજીમા ભાદરવી મહામેળાની તૈયારીના ભાગરૂપે આજે અંબાજી ખાતે જાહેર મીટીંગ યોજાઇ

Ambaji News

બનાસકાંઠા: અંબાજી મેળામાં ગુજરાત ભરમાંથી આવતા વિવિધ સંઘનું ગ્રુપ ભાદરવી પુનમીયા સેવા સંઘ દ્વારા આજે અંબાજી ખાતે જાહેર મીટીંગ યોજાઇ હતી. જેમાં વહીવટી અધિકારી પોલીસ અધિકારીઓ અને સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા. અંબાજી મંદિરના ચેરમેન અને અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા વિવિધ સૂચનો કર્યા હતા. કલેકટર દ્વારા પણ મેળાને લગતી માહિતી આપવામાં આવી હતી.

ભાદરવી મહામેળો: તારીખ 23 સપ્ટેમ્બર થી તારીખ 29 સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે ભાદરવી મહામેળો યોજાનાર છે. ત્યારે આજે અંબાજી ખાતે અગ્રવાલ સમાજની ધર્મશાળામાં ભાદરવી પુનમીયા સેવા સંઘ દ્વારા જાહેર મીટીંગ યોજાઇ હતી. આ મિટિંગમાં 1600 સંઘનું રજીસ્ટ્રેશન થયું હતું. તેવી માહિતી પણ અપાઈ હતી. ગુજરાત ભરમાંથી આવતા સંઘો અને બહારથી આવતા સંઘો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી રોજ સવારે અને સાંજે લાઈવ આરતી ગબ્બર અખંડ જ્યોત ની ભક્તો ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકે છે. આ વખતે ભાદરવી મેળામાં 35 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા.

એક જ મેસેજથી દર્શન: અંબાજી ખાતે આવનાર માઇ ભક્તો હવે માત્ર એક જ મેસેજથી દર્શન સહિતની વિવિધ માહિતી પોતાના મોબાઈલમાં મેળવી શકશે. ટ્રસ્ટ તરફથી સ્કેન કોડ ની માહિતી અપાઈ એટલુ જ નહી ભાદરવી પૂનમીયા સેવા સંઘ દ્વારા પીવાના પાણીની તથા આરોગ્યની પુરતી સુવિધા આપવાની સાથે દાહોદ જિલ્લામાંથી 95 જેટલા પગપાળા સંઘ આવે છે. પણ તેમને પરત જવા બસની સુવિધા મળતી નથી. તે આપવા અને મંદિર પરીસરમાં મોબાઈલ લઈ જવા પરવાનગી આપવા માંગ કરવામાં આવી છે. ભાદરવી પૂનમ ના છ દિવસીય મેળામાં ગત વર્ષે 35 લાખ જેટલા યાત્રિકો અંબાજીમાં દર્શન કર્યા હતા. જેને લઈ આ મેળો ભારતભરમાં સૌથી મોટો મેળો માનવામાં આવે છે.

  1. Ambaji News: અંબાજી ગ્રીન અભિયાનની શંકર ચૌધરીએ કરી શરૂઆત
  2. Ambaji Temple : અંબાજી ખાતેથી રાજ્યના તમામ યાત્રાધામોને સ્વચ્છ સુંદર બનાવવાનો સંકલ્પ

ABOUT THE AUTHOR

...view details