ગુજરાત

gujarat

ચૂંટણી બહિષ્કારની ચિમકી, ડમ્પિંગ સ્ટેશનને હટાવવા સ્થાનિકો આકરા પાણીએ

By

Published : Nov 12, 2022, 6:17 PM IST

ડમ્પિંગ સ્ટેશનને હટાવવાને લઈને વિરોધ
protest-over-removal-of-dumping-station-fear-of-assembly-election-boycott

શક્તિપીઠ અંબાજીધામમાં (Shaktipeeth Ambajidham) ઘન કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે. સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરતા કામ કરતી એજન્સી અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. લોકોએ ડમ્પિંગ સ્ટેશનને (dumping station in front of Kailash hill) અવાવરું જગ્યાએ ખસેડવામાં આવે તેવી માંગ કરી છે. જો માંગ નહિ સંતોષાય તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ આપવામાં આવી છે.ડમ્પિંગ સ્ટેશનને હટાવવાને લઈને વિરોધ, વિધાનસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી

અંબાજી: શક્તિપીઠ અંબાજીધામમાં (Shaktipeeth Ambajidham) ઘન કચરા નિકાલનો પ્રશ્ન માથાના દુખાવા સમાન બન્યો છે. અંબાજીમાં કચરાની સાફ સફાઈ માટે ગ્રામ પંચાયત અને રાજદીપ નામની એજન્સી કામ કરે છે.અંબાજી શહેરનો તમામ કચરો કૈલાશ ટેકરી સામે આવેલા ડમ્પીંગ સ્ટેશનમાં (dumping station in front of Kailash hill) ખાલી કરાતો હતો. આ ડમ્પિંગ સ્ટેશન રોડ ઉપર આવેલું હોવાથીને અંબાજીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (Prime Minister Narendra Modi was coming to Ambaji) આવના હોઈ તાત્કાલિક ધોરણે આ ડમ્પિંગ સ્ટેશન બંધ કરાવી અન્ય સ્થળે ખસેડવામાં આવ્યું હતું પરંતુ હવે ફરી આ ડમ્પિંગ સ્ટેશન શરુ કરવાની હિલચાલ થતા આ વિસ્તારના આસપાસના રહીશો (residents of this area) દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં આજે કચરા નાખવાની શરૂઆત કરાતા મહિલાઓને પુરુષો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

protest-over-removal-of-dumping-station-fear-of-assembly-election-boycott

વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કારની ચીમકી: ડમ્પિંગ સ્ટેશનમાં જવાનો માર્ગ રોકી કચરાની ગાડીઓ પછી વાળી દેવાઈ હતી. ડમ્પિંગ સ્ટેશનમાં જવાનો રસ્તો માનવ સાંકળથી બંધ કરી દેવાયો હતો.જો કે આ ડમ્પિંગ સ્ટેશન અગાઉ ચાલુ હતું ત્યારે ડમ્પિંગ સ્ટેશનમાં લગાડતી આગના પગલે લોકો ગુંગળામણના શિકાર થયા હતા. હોસ્પિટલ ખસેડવાની પણ ફરજ પડી હતી. જો કે સ્થાનિક રહીશોએ ડમ્પિંગ સ્ટેશનને લઈ ભારે વિરોધ કર્યો છે. જો ડમ્પિંગ સ્ટેશન બંધ નહીં કરવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ ચીમકી ઉપચારવામાં આવી છે.

ભારે વિરોધના પગલે પોલીસ ઘટનાસ્થળે: ડમ્પિંગ સ્ટેશનને લઈ થયેલા ભારે વિરોધના પગલે સફાઈની એજન્સી સહીત ગ્રામપંચાયતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોના ટોળાને લઈ પોલીસ બોલવાની ફરજ પડી હતી. તેમ છતાં લોકોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો હતો.ડમ્પિંગ સ્ટેશન વાળી જગ્યા માત્ર ગામનો કચરો ઠાલવવા જ નહીં પણ એસ.એલ.આર પ્રોજેક્ટ માટે ફાળવેલી જગ્યા છે. જેમાં ઘન કચરાનો નિકાલ કચરાનું ખાતર બનાવી વેચાણ કરવા માટે જગ્યાની ફાળવણી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલમાં SLRMનો પ્રોજેક્ટ સંપૂર્ણ પણે બંધ હાલતમાં છે.

સ્વાસ્થ્ય માટે જોખમકારક: ડમ્પિંગ સ્ટેશનમાં મૃત પામેલા જાનવરોને ખાળ કૂવાના ટેન્કરો પણ ખાલી કરવાની ફરિયાદ કરી રહ્યા છે. જે આસપાસના લોકો જ નહીં પણ યાત્રિકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક હોવાથી ડમ્પિંગ સ્ટેશન અવાવરું વિસ્તારમાં લઈ જવા માંગ કરાઈ રહી છે. ડમ્પિંગ સ્ટેશન બંધ નહીં કરવામાં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા પણ ચીમકી અપાઈ છે.

ABOUT THE AUTHOR

...view details