ગુજરાત

gujarat

અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી

By

Published : Nov 22, 2021, 7:57 PM IST

અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી
અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી ()

ગુજરાતમાં છેલ્લા બે વર્ષ જેટલા લાંબા સમયથી કોરોના મહામારીના કારણે ધોરણ 1થી 5નુ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું. જે કોરોનાનું જોર ઘટતા રાજ્યભરમાં આજથી ધોરણ 1થી 5નું ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરાતા મોટાભાગના વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃધબકતી થયી છે. અંબાજી પંથકમાં (Primary school in Ambaji) પડેલા વરસાદના કારણે ઠંડીનું જોર વધતા ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટેનો શૈક્ષિણક કાર્યનો સમય 11થી 5નો રાખવામાં આવ્યો છે.

  • અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા (Primary school in Ambaji) પુનઃધબકતી થયી
  • ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટેનો શૈક્ષિણક કાર્યનો સમય 11થી 5નો રાખવામાં આવ્યો
  • અચાનક થયેલી જાહેરાતના પગલે શાળાઓમાં બાળકોની ખુબ પાખી હાજરી જોવા મળી

અંબાજી:ગઈકાલે અચાનક થયેલી જાહેરાતના પગલે શાળાઓમાં બાળકોની ખુબ પાખી હાજરી (Very low attendance of children in schools) જોવા મળી હતી. એટલું જ નહીં કેટલાક બાળકોમાં શાળાએ જવાનો અભરખો રહ્યો હોય તેમ શાળા ખુલતાની સાથે જ સ્કૂલે પહોંચ્યા હતા, જોકે આજે શાળા પ્રારંભના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ એ પોણા બે વર્ષના લાંબા સમય બાદ શાળા શરૂ થતાની સાથે જ વિધાર્થીઓ એ સ્વછતાના પાઠ ભણ્યા હોય તેમ શાળાના રૂમો તેમજ પ્રાંગણમાં સાફ સફાઈ કરતા નજરે પડ્યા હતા. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ એ પોણા બે વર્ષના લાંબા સમય બાદ શાળા શરૂ થતાની સાથે જ સ્વછતાના પાઠ ભણ્યા, અને સ્વછતા સાથે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.

અંબાજી વિસ્તારમાં પ્રાથમિક શાળા પુનઃ ધબકતી થયી

સરકારની એસઓપી પ્રમાણે શિક્ષણ કાર્યની શરૂઆત કરી

આજે શાળામાં પ્રથમ દિવસ હોવાથી પાંખી હાજરીમાં પણ શિક્ષકોએ વિદ્યાર્થીઓને કોરોના ગાઈડલાઈનની (Corona's guideline) સમજણ આપી અને શિક્ષણ કાર્ય શરૂ કર્યું હતું અને જે વાલીઓની સંમતિ હતી તેટલા બાળકો આજે સ્કૂલમાં જોવા મળ્યા હતા, વધુ વિદ્યાર્થીઓ આવે તે માટે વાલીઓના સમ્પર્ક કરવા આચાર્યએ જણાવ્યું હતું, સરકારની એસઓપી પ્રમાણે શિક્ષણ કાર્યની શરૂઆત કરી હતી. એટલું જ નહીં આજે લાંબા સમય બાદ શિક્ષણકાર્ય શરૂ થતા વાલીઓ પોતાના બાળકોને શાળાએ મુકવા આવતા નજરે પડ્યા હતા અને શાળા શરૂ કરવાના નિર્ણયને પણ આવકાર્યો હતો.

પટ્ટાવાળા (સેવક)ની વ્યવસ્થા કરવાની માંગ

અંબાજી શાળામાં લાંબા સમયથી શાળાની સફાઈ કામગીરી વિદ્યાર્થીઓ દ્વારા કરાતી હોય છે. વિદ્યાર્થીઓ ચોક્કસ પણે સ્વછતાના પાઠ ભણે એ પણ જરૂરી છે, ત્યારે મોટી શૈક્ષણિક સંસ્થાઓમાં સરકાર દ્વારા સફાઈ કાર્ય માટે અલાયદા સફાઈ કામદાર તથા પટ્ટાવાળા (સેવક)ની વ્યવસ્થા કરાય તે આજના સમયની માંગ છે. વિદ્યાર્થીઓ શાળામાં ડ્રેસ પહેરીને આવતા હોય છે, ત્યારે ડ્રેસ સાથે સફાઈ કામ કરતા કચવચાટની લાગણી પ્રવતર્તી હોય છે.

ABOUT THE AUTHOR

...view details