ગુજરાત

gujarat

બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદથી પાકને નુકસાન, ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માગ

By

Published : Oct 1, 2019, 11:07 PM IST

બનાસકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાએ મહેર કરી દીધી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર અવિરત વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે. જેથી ખેડૂતો આ નુકસાનમાંથી ઉગરવા માટે સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે.

Loss of crop in banaskantha

બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં 100 ટકાથી ઉપર વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા એક મહિનાથી વરસાદ પડી રહ્યો છે. તેમજ છેલ્લા બે દિવસથી ભાભર, કાંકરેજ, વડગામ, દિયોદર સહિતના વિસ્તારોમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. જેથી ખેતીના પાકને અવિરત પાણીના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદથી પાકને નુકશાન

બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ મગફળી, કપાસ અને બાજરી જેવા પાકોનું મોટા પાયે વાવેતર કર્યું હતું. ખેડૂતોએ એક હેક્ટર જમીનમાં 10 થી 12 હજારનો ખર્ચ કરી ત્રણ મહિના સુધી રાત દિવસ મહેનત કરી મગફળીની ખેતી કરી હતી, પરંતુ સતત પડી રહેલા વરસાદના કારણે મગફળીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જ્યારે કપાસના છોડ પર પણ સતત વરસાદી પાણી પડવાના કારણે તૈયાર થયેલો કપાસ કાળુ પડી જતા 50% કપાસની ખેતીને પણ નુકસાન થયું છે.

વર્ષ 2017માં ભારે વિનાશક પૂરના કારણે ખેડૂતોના કરોડો રૂપિયાના જાનમાલને નુકસાન થયું હતું, ત્યારબાદ 2018માં દુષ્કાળ પડવાના કારણે પણ ખેડૂતોને કોઈ જ પાક ન ઉગતા મોટું નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે શરૂઆતથી જ વરસાદ સારો હોવાના કારણે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી. જેથી આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 1.20 લાખ હેક્ટરમાં મગફળી અને 43 હજાર હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું, પરંતુ અવિરત વરસાદના કારણે અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાથી મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ત્યારે હવે સતત છેલ્લા ત્રણ વર્ષથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને સરકાર સહાય કરે તેવી માગ ઉઠી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ 60 ગ્રામસેવક દ્વારા નુકસાની અંગે સર્વે શરુ કરાવ્યો છે, ત્યારે કેટલું નુકસાન થયું છે અને સરકાર ખેડૂતોને કેટલી મદદ કરશે તે તો સર્વે બાદ જ ખ્યાલ આવશે.

Intro:એપ્રુવલ..બાય.. એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન.. ડીસા. બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.01 10 2019

સ્લગ.....બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલ અવિરત વરસાદના કારણે પાક નુકશાન...

એન્કર....... બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં આ વર્ષે વરુણદેવે મેઘ મહેર કરી દીધી છે પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર અવિરત વરસાદના કારણે ખેતી પાકને વ્યાપક નુકસાન થવા પામ્યું છે જેના કારણે ખેડૂતો ને મોટું નુકસાન થતાં હવે ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે .....

Body:વી ઓ ......આ વર્ષે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સો ટકા ઉપરાંત વરસાદ થઈ ગયો છે જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા એક મહિનાથી અવિરત પણે રોજેરોજ થોડો ઘણો વરસાદ થઈ રહ્યો છે છેલ્લા પંદર દિવસથી તો રોજ સવારથીજ વાદળછાયુ વાતાવરણ અને દિવસ દરમિયાન એકાદ વરસાદી ઝાપટુ પડી રહ્યું છે તેમજ છેલ્લા બે દિવસ થી તો ભારે વરસાદ ખાબક્યો છે જેમાં ભાભર ,કાંકરેજ, વડગામ, દિયોદર સહિત ના વિસ્તારોમાં 5 થી 8 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો બેઠમાં ફેરવાઈ ગયા છે જેથી કારણે ખેતી પાકને અવિરત પાણીના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ મગફળી કપાસ અને બાજરી જેવા પાક નું મોટા પાયે વાવેતર થયું હતું.ખેડૂતો એ એક હેક્ટર જમીનમાં 10 થી 12 હજારનો ખર્ચ કરી ત્રણ મહિના સુધી રાત દિવસ મહેનત કરી મગફળી ની ખેતી કરી હતી પરંતુ સતત પડી રહેલા વરસાદના કારણે મગફળી ની અંદર મગફળી ઊડી જાત વ્યાપક નુકશાન થવા પામ્યું છે . જ્યારે કપાસના છોડ પર પણ સતત વરસાદી પાણી પડવાના કારણે તૈયાર થયેલ કપાસ કાળુ પડી જતા 50% કપાસની ખેતી ને પણ નુકશાન થયુ હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે

બાઈટ.....નારણજી બારોટ,ખેડૂત

( અમારે મગફળી વવી હતી, સારી થઈ હતી પણ સતત વરસાદ પડતાં બેઠો પાક નિષ્ફળ ગયો છે )

વી ઓ ...... બનાસકાંઠા જિલ્લામાં 2017 માં ભારે વિનાશક પૂરના કારણે ખેડૂતોને કરોડો રૂપિયાના જાનમાલને નુકસાન થયું હતું ત્યારબાદ 2018માં દુષ્કાળ પડવાના કારણે પણ ખેડૂતોને કોઈ જ પાક ના ઉગતા મોટું નુકસાન થયું હતું ત્યારે આ વર્ષે શરૂઆતથી જ વરસાદ સારો હોવાના કારણે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા બંધાઈ હતી જેથી આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 1.20 લાખ હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું હતું જ્યારે 43,000 હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર થયું હતું. પરંતુ અવિરત વરસાદના કારણે અને વરસાદી પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે મગફળી અને કપાસના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો પાયમાલ થઇ ગયા છે ત્યારે હવે સતત છેલ્લા ત્રણ વર્ષથી નુકસાન વેઠી રહેલા ખેડૂતોને સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે......

બાઈટ.....મહેન્દ્ર ઠાકોર, ખેડૂત

( સતત વરસાદ ના કારણે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે જેથી મગફળી, કપાસ અને બાજરી ના પાક ને મોટું નુકસાન થયું છે, સરકાર સહાયકરે તો સારું )

વી ઓ ....બે દિવસ બાદ આજે વરસાદે વિરામ લેતા ખેડૂતો એ હાન્સકારો અનુભવ્યો છે જ્યારે બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી એ 60 ગ્રામસેવક દ્વારા નુકશાની અંગે સર્વે શરું કરાવ્યો છે ત્યારે કેટલું નુકસાન થયું છે અને સરકાર ખેડૂતો ને કેટલી મદદ કરશે તે તો સર્વે બાદ જ ખ્યાલ આવી શકશે .......

Conclusion:રિપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા

નોંધ..વિસુઅલ અને બાઈટ FTP કરેલ છે...

ABOUT THE AUTHOR

...view details