ગુજરાત

gujarat

બનાસકાંઠામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ કરાઇ

By

Published : Jul 19, 2021, 11:23 AM IST

Updated : Jul 19, 2021, 12:34 PM IST

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને બનાસ ડેરી દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 28 લાખ 60 હજાર પશુઓ છે. જેમાં 22 લાખ 77 હજાર પશુઓની યુનિક આઈડી લગાવ્યા છે અને 21 લાખ જેટલા પશુઓનું રસીકરણ પણ કર્યું છે. આ કામગીરીમાં પશુપાલન વિભાગની 90 અને બનાસડેરીની 652 ટીમો કામ કરી રહી છે.

બનાસકાંઠામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ
બનાસકાંઠામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ

  • બનાસકાંઠા જિલ્લોએ ખેતી સાથે સાથે પશુપાલન સાથે પણ જોડાયો
  • પશુપાલન વિભાગ અને બનાસ ડેરી દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ
  • બનાસકાંઠા જિલ્લામાં 28 લાખ 60 હજાર પશુઓ છે
  • 22 લાખ 77 હજાર પશુઓની યુનિક આઈડી લગાવ્યા છે
  • 21 લાખ જેટલા પશુઓનો રસીકરણ પણ કરાયું
    બનાસકાંઠામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ

બનાસકાંઠા: જિલ્લોએ વર્ષોથી ખેતી સાથે જોડાયેલો જિલ્લો છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ખેતી કરી સારી એવી કમાણી કરી રહ્યા છે ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લાના અને ખેડૂતો વિવિધ ટેકનોલોજી થકી ખેતીમાં સારી એવી કમાણી કરી રહ્યા છે પરંતુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ પાણીની અછત જોવા મળી રહી છે. જેના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો ખેતી છોડી પશુપાલન તરફ વળ્યા છે અને હાલમાં ખેતીની સાથો સાથ ખેડૂતો પશુપાલન ક્ષેત્રે પણ દૂધમાંથી સારી કમાણી કરી રહ્યા છે. દિવસેને દિવસે બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરીના કારણે પશુપાલનનો વ્યવસાય વધી રહ્યો છે, ત્યારે ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લામાં બનાસ ડેરીની સ્થાપના થતાની સાથે જ જિલ્લામાં ખેડૂતો પશુપાલનમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે. આ પણ વાંચો

પશુપાલન વિભાગ અને બનાસ ડેરી દ્વારા ઝુંબેશ શરૂ

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વિભાગ અને બનાસ ડેરી દ્વારા હાલમાં પશુ ગણતરી શરૂ કરવામાં આવી છે. ખેતીની સાથો સાથ બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન વધતા અત્યાર સુધી જિલ્લામાં 28 લાખ 60 હજાર પશુઓ ખેડૂતોએ વસાવ્યા છે. પશુપાલન વિભાગ અને બનાસડેરીના સાથ સહકારથી બનાસકાંઠા જિલ્લામાં 22 લાખ 77 હજાર પશુઓની યુનિક આઈડી લગાવ્યા છે અને 21 લાખ જેટલા પશુઓનો રસીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. જેનાથી પશુઓના આરોગ્યને અને તેમની સુરક્ષાને પણ ફાયદો થશે.

બનાસકાંઠામાં પશુપાલન વિભાગ દ્વારા પશુઓ માટે યુનિક આઇડેન્ટિફિકેશન ઝુંબેશ શરૂ કરાઇ

આ પણ વાંચો:બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની ચૂંટણીઓના વિવાદોમાં બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને-સામને

પશુઓની આગવી ઓળખ માટે આધાર કાર્ડ બનશે

રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ હેઠળ પશુપાલન વિભાગ અને બનાસડેરી પશુઓના યુનિક આઇડેન્ટિફિકેશન નીકળી રહ્યા છે અને રસીકરણ થઈ રહ્યું છે પશુઓની આગવી ઓળખ માટે આધાર કાર્ડની જેમ બાર આંકડાનું યુનિક કડી પશુઓના કાને લગાવાય છે અને તેને ઓનલાઈન પોર્ટલમાં જોડી દેવાય છે જોકે આ યુનિક કડીને ખેડૂતોને અનેક પ્રકારના ફાયદા છે પશુપાલકોને તેમનું અમૂલ્ય પશુધન કે, તેની આગવી ઓળખ થાય છે કોઈ પશુ ખોવાઈ જાય તો તે પણ આ કાર્ડને આધારે શોધવામાં મદદરૂપ થાય છે. જ્યારે આ યુનિક આઈડીથી પશુ માલિક નજીકના પશુ દવાખાનાની પણ સેવા લઈ શકે છે અથવા તો કોઈ પશુ માલિકને લોન લેવી હોય તો પણ તેમાં કામ લાગી શકે છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 22 લાખ જેટલા પશુઓનું આધારકાર્ડ નીકળ્યા છે અને 21 લાખ જેટલા પશુઓને રસીકરણ થઈ રહ્યું છે. જેમાં પશુપાલન વિભાગની 90 અને બનાસડેરીની 652 ટીમો કામ કરી રહી છે.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લાના વધુમાં વધુ યુવાનોને રોજગાર અનુબંધ કાર્યક્રમમાં જોડવા જિલ્લા કલેકટરે યોજી બેઠક

પશુઓના યુનિક આઇડેન્ટિફિકેશન પોર્ટલના રજિસ્ટ્રેશનના કાર્યક્રમ શરૂ

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલન અધિકારી પ્રકાશ મિસ્ત્રીએ જણાવ્યુ હતું કે, ભારત સરકારના રાષ્ટ્રીય પશુ રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત પશુઓના યુનિક આઇડેન્ટિફિકેશન પોર્ટલના રજિસ્ટ્રેશનના કાર્યક્રમ રાખેલો છે. જે પૈકી ગુજરાત સરકારના પશુપાલન ખાતા ના વડા ડો. ફાલ્ગુની બેન ઠાકરના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લામાં આ કામ ગિરી જુમ્બેસ હાથ ધરીને 31 જુલાઈ 2021 સુધીમાં પૂર્ણ કરવાની કામ ગિરી ચાલું છે માટે ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો 16 પશુધન ધરાવે છે અને એની અંદર કુલ પશુધનની વસ્તી 28 લાખ 60 હજાર છે એ પૈકી 22 લાખ 77 હાજર પશુઓને યુનિક આઇડેન્ટિફિકેશન ટેક લગાડી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. બાકીના જે 5 લાખ 77 હજાર પાશુઓ યુનિક આઇડેન્ટિફિકેશનની કામગીરી પૂર્ણ કરવામાં માટે બનાસ ડેરીના સાયોગથી 562 અને પશુપાલન ખાતાના 90 ટીમો કાર્યરત છે. 31 તારીખ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

Last Updated :Jul 19, 2021, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details