ગુજરાત

gujarat

Banaskantha News: જેટકો કંપની દ્વારા જાણ કર્યા વિના આડેધડ ખેતરોમાં લગાવાયા થાંભલા, ખેડૂતોમાં રોષ

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 9:18 AM IST

ડીસા તાલુકાના ગામડાઓમાં જેટકો કંપની દ્વારા ખેતરોમાં આડેધડ થાંભલા ઉભા કરી ખેડૂતોને નુકસાન પહોંચાડતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે. આજે નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી ખેડૂતોની મંજૂરી સિવાય ખેતરોમાં કામગીરી કરશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

ડીસા તાલુકાના ગામડાઓમાં જેટકો કંપની દ્વારા જાણ કર્યા વિના આડેધડ ખોદીને થાંભલા નાખવાની કામગીરી કરતા ખેડૂતોમાં રોષ
ડીસા તાલુકાના ગામડાઓમાં જેટકો કંપની દ્વારા જાણ કર્યા વિના આડેધડ ખોદીને થાંભલા નાખવાની કામગીરી કરતા ખેડૂતોમાં રોષ

ડીસા તાલુકાના ગામડાઓમાં જેટકો કંપની દ્વારા જાણ કર્યા વિના આડેધડ ખોદીને થાંભલા નાખવાની કામગીરી કરતા ખેડૂતોમાં રોષ

ડીસા:તાલુકાના ડાવસ,મહાદેવીયા, ગેનાજી ગોળીયા સહિતના ગામડાઓમાંથી માટે 66 કેવી વીજ લાઇન પસાર કરવાની કામગીરી ચાલી રહી છે. જેના માટે જેટકો કંપની દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં મોટા વીજ થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે. પરંતુ ખેતરોમાંથી આ વીજ લાઇન પસાર કરવા માટે ખેડૂતોની મંજૂરી સિવાય કે તેમને જાણ કર્યા સિવાય આડેધડ ખેતરોમાં ખોદકામ કરી વીજ થાંભલાઓ ઊભા કરતા ગ્રામજનોએ વિરોધ દર્શાવ્યો છે.

લોકોએ આપી માહિતી: આગેવાન ધર્માભાઈ પટેલ અને દેવાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે "અત્યારે તેમના ગામમાં ઝટકો કંપની દ્વારા 66 કેવી વીજ લાઇન માટે થાંભલા નાખવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ તેમાં ખેડૂતોની મંજૂરી સિવાય અને નાના ખેડૂતોના ખેતરો માં ખોદકામ કરી વીજ લાઇન પસાર થાય તો ખેડૂતોને ખેતી કરવા લાયક જમીન બચતી નથી. તેમ જ ગૌચરની જમીનમાં થાંભલા નાખવામાં આવે તો ખેડૂતોને નુકસાન થયા સિવાય વીજ લાઈનનું કામ પણ થઈ શકે તેમ છે. જેથી ગ્રામજનોની નમ્ર વિનંતી છે કે કંપની ખેડૂતોને નુકસાન કર્યા સિવાય અને ખેડૂતોની મંજૂરીથી કામગીરી કરે તેવી વિનંતી કરી હતી.

ખેડૂતોને મોટું નુકસાન: આડેધડ ખોદકામથી ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાના કારણે આજે આ ગામના લોકો આજે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જેટકો કંપનીના કર્મચારીઓની કામગીરી સામે વિરોધ દર્શાવી નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. તેમજ કંપનીના કર્મચારીઓ જે ખેડૂતોની મંજૂરી સિવાય ખેતરમાં ખોદકામ કર્યું એ થામલા ઉભા કરવાની કામગીરી કરશે. તો ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


Banaskantha News: બનાસકાંઠાના ડીસા APMCમાં મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી

Banaskantha Local Issue : ડીસા તાલુકામાં ડમ્પરચાલકોનો ત્રાસ, સ્થાનિક લોકોએ ડમ્પરોને રોકીને ચક્કાજામ કર્યોBanaskantha Local Issue : ડીસાના થેરવાડાથી ગણેશપુરા રોડની બિસ્માર હાલત, તંત્રએ મેટલ પાથરી સંતોષ માન્યો ?

ABOUT THE AUTHOR

...view details