ગુજરાત

gujarat

Happy New Year: યાત્રાધામ અંબાજીમાં આજે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાયો...

By

Published : Nov 5, 2021, 5:39 PM IST

આજથી સવંત વર્ષ 2078 નો શુભારંભ થયો છે અને નવા વર્ષની શરૂઆતમાં મહત્તમ લોકો તીર્થધામોમાં દર્શનાર્થે જતા હોય છે. તેમજ નવા વર્ષનાં પ્રારંભે શક્તિપીઠ અંબાજીનાં મંદિરમાં આજ સવારથી જ યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો.

યાત્રાધામ અંબાજીમાં આજે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાયો...
યાત્રાધામ અંબાજીમાં આજે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાયો...

  • અંબાજી મંદિરમાં છપ્પન ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો
  • અંબાજીનાં મંદિરમાં યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો
  • વિશ્વ કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી

અંબાજી : આજે નવા વર્ષનાં પ્રારંભે યાત્રાધામ અંબાજીનાં મંદિરમાં છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. તેમજ પૂજારી દ્વારા બપોરનાં સમયે અન્નકૂટની સાથે વિશેષ આરતી પણ કરવામાં આવી હતી. ગત વર્ષે કોરોના મહામારીનાં કારણે અંબાજી મંદિર ખાતેનાં તમામ કાર્યક્રમો મોકૂફ રાખવામાં આવ્યાં હતા પરંતુ પણ ચાલુ વર્ષે સરકાર તરફ થી મળેલી છૂટછાટનાં પગલે આરતી દરમિયાન શ્રદ્ધાળુઓને પ્રવેશ પણ અપાયો હતો જેને લઈને યાત્રિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

યાત્રાધામ અંબાજીમાં આજે છપ્પન ભોગનો અન્નકૂટ ધરાયો...

વિશ્વ કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી

આજે નવા વર્ષનાં પ્રારંભે લોકો માતાજીનાં દર્શન કરી નવા વર્ષની શરૂઆત પણ કરતા હોય છે. તેમજ પોતાનાં ધંધા રોજગારની શરૂઆત પણ માતાજીનાં દર્શન કર્યા બાદ કરતા હોય છે. કોરોના મહામારી બાદ આજે તમામ ભક્તોને માતાજીનાં દર્શનનો લાભ મળતા ભારે ખુશી વ્યક્ત કરી હતી તેમજ ભટ્ટજી મહારાજ દ્વારા પણ વિશ્વ કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પણ વાંચો :અમદાવાદનાં નારણપુરા વૃદ્ધાશ્રમમાં વડીલો કઇ રીતે ઉજવે છે દિવાળી તે બાબતે જાણો...

આ પણ વાંચો : ETV Bharat તરફથી તમામ દર્શકોને નવા વર્ષ રામ રામ....

ABOUT THE AUTHOR

...view details