ગુજરાત

gujarat

Ambaji Temple : અંબાજી ખાતેથી રાજ્યના તમામ યાત્રાધામોને સ્વચ્છ સુંદર બનાવવાનો સંકલ્પ

By

Published : Apr 22, 2023, 7:41 PM IST

બનાસકાંઠાના યાત્રાધામ એવા અંબાજી ખાતેથી સ્વચ્છ અભિયાનની શરૂઆત કરાઈ હતી. અંબાજી ખાતે રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડે સ્વચ્છ અભિયાનની શરૂઆત કરાઈ હતી. સ્વચ્છ અભિયાને લઈને ગુજરાતના તમામ યાત્રાધામોને સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો છે.

Ambaji Temple : અંબાજી ખાતેથી રાજ્યના તમામ યાત્રાધામોને સ્વચ્છ સુંદર બનાવવાનો સંકલ્પ
Ambaji Temple : અંબાજી ખાતેથી રાજ્યના તમામ યાત્રાધામોને સ્વચ્છ સુંદર બનાવવાનો સંકલ્પ

યાત્રાધામ અંબાજી ખાતેથી સ્વચ્છ અભિયાનની શરૂઆત કરાઈ

બનાસકાંઠા : ગુજરાતના પવિત્ર યાત્રાધામને સ્વચ્છ સુંદર બનાવવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ત્યારે અંબાજી ખાતે રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં સ્વચ્છ અભિયાનની શરૂઆત કરાઈ હતી. માં અંબાના ધામને શક્તિપીઠ તરીકે ખ્યાતિ ધરાવે છે. ત્યારે આ પૂર્વે પ્રધાને બચુ ખાબડ અંબાજી મંદિરમાં માતાજીની મંગળા આરતીમાં પહોંચ્યા હતા. રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડ અંબાજી આવી પહોંચ્યા ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે અંબાજી મંદિરના વહીવટદાર સિદ્ધિ વર્મા પણ સાથે રહ્યા હતા.

આ પણ વાંચો :Ambaji Temple: અંબાજી મંદિર પરિસરમાં કાંચના બ્રિજ ઉપર ચાલવાની યાત્રિકો લઇ રહ્યા છે મજા

કોણ કોણ મંદિરે પહોંચ્યા હતા :માં જગતજનની અંબાના દર્શન અને મા અંબાના ચરણોમાં શીશ નામવવા દરરોજ હજારો માઇભક્તો આવતા હોય છે. જેને લઈને ગુજરાત રાજ્ય કક્ષાના પ્રધાન બચુ ખાબડ માતાજીના ધામે અંબાજી પહોંચ્યા હતા. ગુજરાતના તમામ પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાનની શરૂઆત કરાઈ છે. ત્યારે આજે અંબાજીમાં રાજ્યકક્ષાના પ્રધાન બચુ ખાબડ સાથે રાજ્યસભાના સાંસદ સભ્ય દિનેશ અનાવાડીયા અને બનાસકાંઠા સાંસદ પરબત પટેલ સાથે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને સફાઈ કર્મીઓ જોડાયા હતા.

આ પણ વાંચો :Ambaji Temple: 400 વર્ષમાં માતાજીએ બે વાર કુમકુમના પગલાં પાડ્યા, મંદિર પ્રત્યેની ભક્તોની લાગણી વધી

24 યાત્રાધામોમાં સ્વચ્છ અભિયાન : પ્રધાનોએ વહીવટી તંત્ર અને સફાઈ કર્મીઓ સાથે અંબાજીના વિવિધ માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. સ્વચ્છતાને જાળવી રાખવા સાથે અનેકો નિર્દેશો આપ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતાને વિશેષ મહત્ત્વ આપતા હોય છે. ત્યારે સરકાર દ્વારા દેશભરમાં સ્વચ્છ અભિયાન અંતર્ગત વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ પવિત્ર યાત્રાધામોને સ્વચ્છ અભિયાન અંતર્ગત જોડી તમામ યાત્રાધામોને સ્વચ્છ સુંદર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આજથી ગુજરાતના 24 જેટલા પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છ અભિયાનની શરૂઆત કરાઈ છે.

ABOUT THE AUTHOR

...view details