ગુજરાત

gujarat

ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ, ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ

By

Published : Jun 30, 2021, 10:57 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ઉનાળુ મગફળીનું 22 હજાર હેક્ટર (22 thousand hectares) માં વાવેતર થયું હતું, પરંતુ સરકાર દ્વારા ઉનાળુ મગફળીની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદી ન કરવામાં આવતા બુધવારે ડીસા માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ સરકારનો વિરોધ કર્યો હતો અને તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી માગ કરી હતી.

Banaskantha Breaking News
Banaskantha Breaking News

  • બનાસકાંઠા જિલ્લામાં 22 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર
  • ડીસામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થયું
  • ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળી આપવા આવેલા ખેડૂતોનો વિરોધ

બનાસકાંઠા : સૌરાષ્ટ્રને બાદ કરતા ગુજરાતમાં સૌથી વધુ મગફળીના પાકનું વાવેતર (Peanut planting) ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસામાં થાય છે. જેમાં ડીસા હવે બટાટા નગરીની સાથે હવે મગફળીનુ પણ હબ બનવા તરફ જઈ રહ્યું છે. વર્ષમાં ઉનાળુ અને ચોમાસુ એમ બે સિઝનમાં મગફળીનું વાવેતર (Peanut planting) થાય છે. આ વર્ષે ઉનાળાની સિઝનમાં બનાસકાંઠા જિલ્લામાં 22,282 હેક્ટરમાં વાવેતર થયું હતું. જેથી મગફળીનો પાક લેવાનો શરૂ થતાં માર્કેટયાર્ડોમાં પણ નવી મગફળીની આવક શરૂ થઇ ગઇ છે. ડીસાના માર્કેટયાર્ડ (Deesa Marketyard) માં શરૂઆતના પ્રથમ દિવસે જ 2500 બોરીની આવક થઈ હતી.

ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ

મગફળીનું 22 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું

જિલ્લામાં મગફળીનું 22 હજાર હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. જેમાં ડીસા તાલુકામાં સૌથી વધુ 9308 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. આ ઉપરાંત વડગામમાં 4771 હેક્ટર, પાલનપુરમાં 3805 હેક્ટર, દાંતીવાડામાં 3096 હેક્ટર, અમીરગઢમાં 552 હેક્ટર, દાંતામાં 379 હેક્ટર, લાખણીમાં 145 હેક્ટર, દિયોદરમાં 91 હેક્ટર, કાંકરેજમાં 68 હેક્ટર, ધાનેરામાં 49 હેક્ટર અને ભાભરમાં 17 હેક્ટરમાં ઉનાળુ મગફળીનું વાવેતર (Peanut planting) થયું છે.

ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ

આ પણ વાંચો : Bhavnagar Marketing Yard માં વરસાદમાં પલળી ગઈ મગફળી : જર્જરિત શેડ રીપેર કર્યાં જ નથી

માર્કેટયાર્ડમાં મગફળીની આવક

ઉત્તર ગુજરાતમાં ઊંઝા બાદ ડીસા માર્કેટયાર્ડ (Deesa Marketyard) નો માલની આવકમાં પ્રથમ નંબર આવે છે. જેમાં ડીસા માર્કેટયાર્ડ (Deesa Marketyard)માં ચોમાસુ સિઝનમાં મગફળીની દૈનિક એક લાખથી વધુ બોરીઓ આવક થઈ હતી. જ્યારે ઉનાળુ સિઝનમાં અત્યારે 25 હજારથી વધુ બોરીની આવક થતી હોય છે. આ વર્ષે જ્યારે મગફળી નીકળવાનો સમય થયો ત્યારે ડીસા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે ક્યાંકને ક્યાંક ખેડૂતોને મગફળીના ઉત્પાદનમાં થોડું ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ

મગફળી ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોએ કરી માગ

ખેડૂતોને મગફળીના પાકમાં એક વિઘામાં 3700 રૂપિયાનું બિયારણ, 1250 રૂપિયાનું DAP ખાતર, 2000 રૂપિયા સી ટ્રીટમેન્ટ,1500 નિંદામણ નાશક દવા, 2000 ટ્રેક્ટર વાવણી ખર્ચ જ્યારે મગફળી નીકાળવાના સમયે 1000 રૂપિયા મજૂરી,1200 રૂપિયા થ્રેસર કામ જેટલો ખર્ચ થાય છે. જેની સામે ખેડૂતોને ઉનાળુ મગફળીમાં ભાવ મળતો નથી. જેથી ડીસા માર્કેટયાર્ડ (Deesa Marketyard) માં બુધવારે ખેડૂતોએ એકત્રિત થઈ સરકારનો વિરોધ દર્શાવ્યો હતો અને તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતોને ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં નહીં આવે તો તેનું પરિણામ 2022ની વિધાનસભાની ચૂંટણી (2022 Assembly Election) માં ખેડૂતો બતાવશે એવું જણાવ્યું હતું.

ટેકાના ભાવે મગફળી ખરીદવા ખેડૂતોની માગ

સરકાર દ્વારા ચોમાસુ મગફળી ખરીદી વખતે ખેડૂતો પાસેથી 1110 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કરવામાં આવે છે. ખેડૂતોને મગફળીમાં સારા ભાવ મળતાં ખેડૂતોને નફો તો હોય છે, પરંતુ જ્યારે ઉનાળુ મગફળી વાવેતર (Peanut planting) કરી ખેડૂતો માર્કેટયાર્ડમાં વેચવા માટે આવે છે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળી લેવામાં આવતી નથી. જેના કારણે ખેડૂતોને માર્કેટયાર્ડમાં મગફળીના સારા ભાવ ન મળતા નુકસાન વેઠવાનો વારો આવે છે.

માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા ખેડૂતોને 900થી 1100 રૂપિયા જેટલો ભાવ અપાય છે

એક તરફ સરકાર ખેડૂતોની ડબલ આવક કરવાની વાતો કરી રહી છે, ત્યારે જિલ્લાના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી ખેતરોમાં પોતાના પાકને લઈ અને ઘણું નુકસાન વેઠી રહ્યા છે. હાલમાં ડીસા તાલુકાના ખેડૂતો ઉનાળુ મગફળી માર્કેટ યાર્ડમાં વેચવા માટે આવે છે, પરંતુ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા તેમને 900થી 1100 રૂપિયા જેટલો જ ભાવ આપવામાં આવે છે. જેના કારણે ખેડૂતોને મગફળીમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોને ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી માગ કરી હતી.

આ પણ વાંચો : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વરસાદના કારણે હજારો ગુણ ડુંગળી ભીંજાતા વ્યાપક નુકસાન

સરકાર સુધી ખેડૂતોની માગ પહોંચાડવામાં આવશે

ચાલુ વર્ષે જિલ્લામાં મગફળીનું મબલક ઉત્પાદન થયું છે. સૌથી વધુ મગફળીનું વાવેતર ડીસા શહેરમાં થયું છે. જેના કારણે હાલમાં માર્કેટયાર્ડમાં ખેડૂતો મગફળી લઈને ભરાવવા માટે આવી રહ્યા છે. ગત વર્ષે ડીસા માર્કેટયાર્ડ (Deesa Marketyard)માં 4.30 લાખ બોરીની આવક નોંધાઈ હતી. જેમાં ખેડૂતોને 830થી 950 રૂપિયા જેટલો ભાવ મળ્યો હતો. આ વર્ષે પણ ડીસા માર્કેટયાર્ડ (Deesa Marketyard) માં ફરી એકવાર મગફળીની આવક શરૂ થઇ છે અને આ વર્ષે ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ખેડૂતોને 900થી 1040 રૂપિયા ભાવ મળી રહ્યો છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળીનો ખરીદવામાં આવતા ખેડૂતોએ આ અંગેની જાણ ડીસા માર્કેટયાર્ડ (Deesa Marketyard) સંચાલક મંડળને કરી હતી. જે બાબતે સંચાલક મંડળ દ્વારા સરકાર દ્વારા ખેડૂતોની ઉનાળુ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી રજૂઆત કરવા માટે બાહેધરી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details