ગુજરાત

gujarat

Fake doctors: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા

By

Published : Jun 5, 2021, 7:10 AM IST

Updated : Jun 5, 2021, 9:20 AM IST

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટરોનો પોલીસે સપાટો બોલાવ્યો હતો. પોલીસે અલગ-અલગ ત્રણ ગામડાઓમાંથી એલોપેથી પ્રેક્ટિસ કરતા ત્રણ ડોક્ટરોને ઝડપી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા

  • જિલ્લાના અનેક ગ્રામીણ વિસ્તારોમાં ગેરકાયદેસર દર્દીઓની કરવામાં આવે છે સારવાર
  • ડિગ્રી વગરના ડોકટરોની હોસ્પિટલ પર થરાદ પોલીસની તપાસ
  • તપાસ દરમિયાન ગેરકાયદેસર ઇન્જેક્શન અને દવાઓ આપતા ડૉક્ટરો ઝડપાયા

બનાસકાંઠાઃ જિલ્લામાં પણ પોલીસ દ્વારા નકલી ડોક્ટર સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં સરહદી વિસ્તારમાં પ્રેક્ટિસ કરતા નકલી ડોકટરોને પોલીસે ઝડપી પાડયા હતા. થરાદ ASP પૂજા યાદવ સહિત પોલીસની ટીમે ચુવા ગામે તપાસ હાથ ધરતા ત્યાં દશરથ ગોસ્વામી નામના નકલી ડોક્ટરને ઝડપી પાડયો હતો.

આ પણ વાંચોઃવડોદરામાં છેતરપિંડી કરતા નકલી ડોક્ટરને રાવપુરા પોલીસે ટ્રેપ ગોઠવી પકડી પાડ્યો

પોલીસે ત્રણેય ડોક્ટરો પાસેથી દવાઓનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

બાલુત્રી ગામેથી રમેશભાઈ સાધુ અને અસારા ગામેથી મહિપાલસિંહ ચૌહાણ નામના નકલી ડોક્ટરની અટકાયત કરી હતી. આ ત્રણેય નકલી ડોક્ટરો મકાન ભાડે રાખી કોઈપણ પ્રકારના પ્રમાણપત્ર કે ડીગ્રી વગર ડોક્ટર તરીકે નામ ધારણ કરી લોકોના સ્વાસ્થ્ય અંગે બેદરકારી ભર્યું કૃત્ય કરી ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. લોકોને ઇન્જેક્શન અને એલોપેથી દવાઓ આપતા હતા. જેથી પોલીસે ત્રણેય ડોક્ટરો પાસેથી દવાઓનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા

અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર ડૉક્ટરો ગ્રામીણ વિસ્તારની પ્રજાને છેતરી તેમની સારવાર કરતાં નજરે પડી રહ્યા છે. આ બાબતે અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આવા ડોકટરો સામે માત્ર કાગળ પર જ તપાસ થાય છે, જેના કારણે અવારનવાર ગ્રામીણ વિસ્તારમાં ડોક્ટરો ભોળી પ્રજાને ઇન્જેક્શન અને દવાઓ આપી સારવાર કરતા નજરે પડતા હોય છે.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયા

બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર ડૉક્ટરોનો રાફડો

ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આવા ડીગ્રી વગરના ડોક્ટરો જોવા મળે છે. અગાઉ પણ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકાઓમાંથી ગેરકાયદેસર દર્દીઓની સારવાર કરતા ડોકટરો ઝડપાયા છે.

આ પણ વાંચોઃઅંકલેશ્વરમાં નકલી ડોક્ટર બનીને સારવાર કરનારો આરોપી ઝડપાયો

જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે

કોરોના વાઇરસની મહામારીમાં આવા અનેક ડિગ્રી વગરના ડોક્ટરો જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે આવા ડોક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તો જ આવનારા સમયમાં આવા ડિગ્રી વગરના ડોક્ટરો ગ્રામીણ વિસ્તારોમાં બંધ થઈ શકે તેમ છે.

Last Updated : Jun 5, 2021, 9:20 AM IST

ABOUT THE AUTHOR

...view details