ગુજરાત

gujarat

થરાદ-વાવ હાઈવે પરથી હાથી કદની મશીનરી પસાર થતા જોવા આખું ગામ ઉમટ્યું

By

Published : Aug 21, 2022, 10:32 PM IST

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ મોટો પ્રોજેક્ટ શરૂ થાય છે એની સાધન સામગ્રી અગાઉથી તૈયાર કરી દેવમાં આવે છે. પરંતુ થરાદ વાવ હાઈવે પરથી રાજસ્થાનના બાડમેર જવાના રસ્તા પર એક હાથીકદની મશીનરીનું વાહન પસાર થતા આખું ગામ જોવા માટે ઉમટી પડ્યું હતું. Extremely Heavy Machinary Vehicle, Tharad Vav Highway, Banaskantha National Highway

થરાદ-વાવ હાઈવે પરથી હાથી કદની મશીનરી પસાર થતા જોવા આખું ગામ ઉમટ્યું
થરાદ-વાવ હાઈવે પરથી હાથી કદની મશીનરી પસાર થતા જોવા આખું ગામ ઉમટ્યું

થરાદથરાદ વાવ હાઈવે પર આવેલી નર્મદા કેનાલમાં રૂપિયા 4 કરોડના ખર્ચે એક પુલ પરથી અતિભારે કહી શકાય એવા બે વાહનો (Extremely Heavy Machinary Vehicle) પસાર થયા હતા. જેને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. હકીકતમાં આ ભારે વાહનોમાં (Heavy Vehicle on Highway) એક મશીનરીનું વહન થઈ રહ્યું હતું. પણ મશીનરી એટલી વિશાળ હતી કે, ન પૂછો વાત. નર્મદા કેનાલ તોડીને મશીનરી લઈ જતા વાહન માટે કેનાલમાં અંદરની બાજું એક પુલ (Banaskantha National Highway ) તૈયાર કરવામાં આવ્યો હતો. સ્વપ્નમાં પણ જોઈ ન હોય એવી મશીનરી જોઈને ગ્રામવાસીઓ આશ્ચર્ય પામ્યા હતા. માત્ર દસ દિવસમાં કેનાલની બીજી તરફ લોઢાનો એક પૂલ તૈયાર કરી દેવાયો હતો.

આ પણ વાંચો આપનો દાવો, મિનિસ્ટર હોય કે CM, સરકારી બાબુના હાથે સરકાર ચાલે છે

300 ટન વજનક્ષમતા કેનાલ પર આવેલા જૂના પરથી હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. પણ ભારે વાહનો આવતા પૂલ એટલો વજન ખમી શકે એમ નથી. આ બે વાહનો પૂલથી નજીક આવી ગયા હતા. પણ વજન વધારે હોવાને કારણે કોઈ વહન થઈ શકયું નથી. તેથી યુદ્ધના ધોરણે એક ક્ષમતા ધરાવતો પૂલ તૈયાર કરવાની ફરજ પડી હતી. આ બન્ને અતિભારે વાહનો કંડલાથી રવાના થયા હતા. જે રાજસ્થાનના બાડમેર જઈ રહ્યા હતા. 1149 મેટ્રિક ટન તેમજ 760 મેટ્રિક ટન સહિતના બે ભારે વાહનોને પસાર કરવા 300 ટનનો વજન ખમી શકે એવો પૂલ તૈયાર કરાયો હતો. જેના પરથી આ બન્ને વાહન પસાર થયા હતા.

આ પણ વાંચો ડાંગના યુવાને માઉન્ટ એવરેસ્ટ કર્યું સર

લોકો ઉમટ્યાઆ બન્ને વાહનોને પસાર થતા જોવા માટે આસપાસના અનેક ગામના લોકો ભેગા થયા હતા. હાઈવેની એક બાજું ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. જોકે, યુદ્ધના ધોરણે તૈયાર થયેલા આ પૂલને જોવા માટે લોકોએ જ્યાં જગ્યા મળે ત્યાંથી ફોટો અને વીડિયો ક્લિક કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details