ગુજરાત

gujarat

ધાનેરા તાલુકાના કુંડી ગામમાં એપેડેમિક ડ્રોપ્સીના કારણે એકજ પરીવારના સાત સભ્યોને અસર : 3 સભ્યોના મૃત્યું

By

Published : Aug 6, 2021, 1:24 PM IST

ધાનેરા તાલુકાના કુંડી ગામમાં એકજ પરિવારમાં ત્રણ લોકોના મૃત્યુ તેમજ ચાર લોકોને અમદાવાદ સારવાર માટે થતાં સમગ્ર તાલુકામાં ભારે ભય જોવા મળ્યો છે. સાત સભ્યોને એપેડેમિક ડ્રોપ્સી (Epidemic Dropsy) ના લક્ષણો જોવા મળ્યા હતા તેમાં ત્રણ વ્યક્તિઓના મૃત્યું થયા છે. જેથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

death
ધાનેરા તાલુકાના કુંડી ગામમાં એપેડેમિક ડ્રોપ્સીના કારણે એકજ પરીવારના સાત સભ્યોને અસર : 3 સભ્યોના મૃત્યું

  • ધાનેરા તાલુકાના કુડી ગામમાં એપેડેમિક ડ્રોપ્સી અસર
  • એક જ પરિવારના સાત સભ્યોને થઈ અસર
  • સારવાર દરમિયાન એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત

ધાનેરા: તાલુકાના કુંડી ગામમાં છગનભાઇ પુરોહિત પરિવારમાં છેલ્લા 15 દિવસથી પરિવારના સભ્યોને પગમાં સોજા, તાવ તેમજ ડાયેરિયા જેવા લક્ષણો જોવા મળ્યા હતા. જેમાં સૌ પ્રથમ છગનભાઇ લુંબાજી પુરોહિત એપેડેમિક ડ્રોપ્સીનો ભોગ બન્યા હતા અને તેના પછી દિકરા અને દિકરીને પણ લક્ષણો જણાતા પાલનપુર પ્રાઇવેટ હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. જેમાં સાત દિવસ પહેલાં છગનભાઇ લુંબાજી પુરોહિત મૃત્યુ થયું હતું. ત્યાર પછી બુધવારે તેમના ના પુત્ર નવિનભાઇનું પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને ગુરુવારે સવારે તેમની દિકરી દક્ષાબેનનુ પણ સારવાર દરમિયાન મૃત્યું થતાં પરિવાર ઉપર દુખનો પહાડ તુટી પડ્યો હતો. પરંતુ તેમના પરીવારના અન્ય ચાર લોકોને પણ આ અસર જોવા મળતા બુધવારે તાત્કાલીક અમદાવાદ સિવીલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા.

જીલ્લાના એપેડેમીક ઓફિસરનું નિવેદન

આ અંગે જીલ્લાના એપેડેમીક ઓફિસર ડો. ગર્ગે જણાવેલ કે એપેડેમિક ડ્રોપ્સી રાઈના તેલમાં દારુડી(સત્યાનાસી) નામની જંગલી વનસ્પતિના બીજના તેલની ભેળસેળના કારણે થતી બિમારી છે. રાઈના ખેતરમાં એટલે કે રાયડાના પાકમા જંગલી ધાસ તરીકે ઉગી નિકળે છે જેને આપણે દારુડી(સત્યાનાસી) કહીએ છીએ આ બંનેનો છોડ એક સમયે જ પરિપક્વ થાય છે અને આ દારુડી(સત્યાનાસી) દેખાવ રાઈના બીજ જેવો હોય છે જેથી લણણી વખતે દારુડી (સત્યાનાસી) બીજ રાઈના બીજ સાથે મિક્ષ થઇ જાય છે. અને આ રાઇ ના તેલમાં આ પિસાઇ જવાના કારણે તે ખાવામાં આવતા આ રોગ થાય છે. તેલમાં સેન્ગ્વીનેરિયન નામનુ ઝેરી રસાયણ આવેલ હોય છે જેથી દર્દીને બંને પગે સોજા આવવા, ઝાડા, શ્વાસ લેવામાં તકલીફ, ઝામર તેમજ હાર્ટની તકલીફ થાય છે.

આ પણ વાંચો:રાજીવ ગાંધી ખેલ રત્નનું નામ હવે મેજર ધ્યાન ચંદ એવોર્ડ

અગાઉ પણ ગુંદરી ગામે થયા હતા બે લોકોના મૃત્યુ

દોઢ મહીના અગાઉ દાંતિવાડા તાલુકાના ગુંદરી ગામે એક પરીવાર સાત લોકો સાથે આવીજ ઘટના બની હતી અને તેમાં બે લોકોના મોત થયા હતા જેથી આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેના ઘરના તેલના સેમ્પલ લીધા હતા અને તે લેબોરેટરીમાં મોકલતા તે તેલમાં અન્ય જંગલી વનસ્પતિનુ તેલ બેળવાયુ હોય તે બહાર આવતા આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતે જીલ્લાભરમાં ખેડુતો ને સમજ આપવા માટેના સેમીનાર પણ યોજ્યા હતા અને ખેતરોમાં રાયડાની સાથે થતી દારુડી ને ખેતરમાંથી કાઢી નાંખવી તે ક્યાંય રાયડાની સાથે સાથે અંદર પીસાવાના કારણે આ ઘટના બનતી હોવાનુ પણ જીલ્લા એપેડેમિક અધીકારી ડો સુનીલ ગર્ગે જણાવ્યુ હતુ.

સારવાર હેઠળ દર્દીના નામ

1. દેવુબેન છગનભાઇ પુરોહિત

2. અશ્વિનભાઇ છગનભાઇ પુરોહિત

3. મંજુલાબેન છગનભાઇ પુરોહિત

4. નિલેશભાઇ છગનભાઇ પુરોહિત

આ પણ વાંચો:RBIએ સતત સાતમી વખત વ્યાજ દર 4 ટકા પર યથાવત રાખ્યા

મરણ જનાર
1. છગનભાઇ લુંબાજી પુરોહિત

2. નવિનભાઇ છગનભાઇ

૩. અક્ષાબેન છગનભાઇ પુરોહિત

ABOUT THE AUTHOR

...view details