ગુજરાત

gujarat

Banaskantha Rain: લાખણીના નાણી ગામમાં ભારે વરસાદને કારણે 30 થી 40 ગામને જોડતો રસ્તો થયો બંધ

By

Published : Jun 18, 2023, 3:50 PM IST

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામમાં પાણી ભરાતા રસ્તો બંધ થયો હતો. જેના કારણે સ્થાનિક લોકોની અવરજવર બંધ થતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘરોમાં પાણી ભરાતા લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે. ભારે વરસાદના કારણે અનેક ઘરોમાં પાણી ઘૂસતા મોટું નુકસાન થવા પામ્યું છે.

due-to-heavy-rain-in-nani-village-of-lakhni-road-connecting-30-to-40-villages-was-blocked
due-to-heavy-rain-in-nani-village-of-lakhni-road-connecting-30-to-40-villages-was-blocked

લાખણીના નાણી ગામથી ગ્રાઉન્ડ રિપોર્ટ

બનાસકાંઠા:હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડાની અસર જોવા મળી હતી. જેના પગલે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે ભવન સાથે વરસાદ પડ્યો હતો. લાખણી તાલુકાના નાણી ગામમાં પણ ભારે પવન સાથે વરસાદ પડતા નાણી ગામનો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થયો છે. જેના કારણે નાણી ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમને ચાલવામાં મુસીબત પડી રહી છે. સ્થાનિક લોકો ટ્રેક્ટર અથવા મોટા વાહનથી જ પાણીમાંથી પસાર થઈ શકે છે.

ગામડાઓને જોડતો રસ્તો થયો બંધ:લાખણી-નાણી ગામમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે નાણી ગામના અનેક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ રસ્તો 30થી 40 ગામડાઓને જોડતો રસ્તો હોવાથી અહીં અવરજવર વધારે હોય છે પરંતુ ગામને જોડતો જે રસ્તો હતો તે પાણીમાં ગરકાવ થયો છે. લોકો અહીંથી ચાલવામાં મુશ્કેલી પડી રહી છે વાહન વ્યવહાર ખોરવાયો છે.

અગાઉ પણ રસ્તો થયો હતો બંધ: મહત્વની વાત છે કે લાખણી તાલુકાના નાણી ગામમાં 2015માં પણ અપુર આવ્યું હતું ત્યારે પણ રસ્તો બંધ થયો હતો. 2017માં પણ ભારેપુર આવ્યું હતું જેના કારણે આ રસ્તો બંધ થયો હતો અને ફરી 2023માં બિપરજોય વાવાઝોડાને કારણે વરસાદ પડ્યો હતો જેથી ગામમાં આવા જવાનો જે રસ્તો છે તે બંધ થયો છે. આ રસ્તો દર વર્ષે મોટાભાગે ભારે વરસાદના કારણે બંધ થઈ જાય છે તેથી આ રસ્તાને સરકારે પણ 10થી 15 ફૂટ જેટલો ઊંચો લઈ અને બ્રિજ બનાવવો જોઈએ.

સ્થાનીક લોકોની માંગ:Etv ભારત સાથે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ કરતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે અમારા ગામમાં પાણી ભરાયું છે અને જે ગામમાંથી ડીસા તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તો પાણીમાં ગર્ગાવ થયો છે. જેના કારણે અમે દૂધ ભરાવવા નથી જઈ શકતા કે શાકભાજી લેવા નથી જઈ શકતા. ગામના લોકોએ સરકાર પાસે માંગ કરી છે કે બ્રિજ બનાવવામાં આવે.

  1. Rain News : સાબરકાંઠામાં મેઘ મલ્હાર, રોડ રસ્તાથી લઈને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
  2. Banaskantha Rain: થરાદમાં પાણી ભરાતા એક તરફનો થરાદ-સાચોર હાઇવે થયો બંધ

ABOUT THE AUTHOR

...view details