ગુજરાત

gujarat

યાત્રાધામ અંબાજી ખાતે કોરોના રસીકરણની કામગીરી શરૂ

By

Published : Mar 23, 2021, 4:39 PM IST

Updated : Mar 23, 2021, 11:01 PM IST

રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના રસીકરણ અભિયાન તેજ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિર્યસને રસીકરણ કરાયું હતું. ત્યારબાદ હાલ 60 વર્ષથી ઉપરના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. યાત્રાધામ અંબાજી ખાતે આજે મંગળવારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમજ 45 વર્ષની ઉંમરથી વધુના નાદુરસ્ત લોકોને પણ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

યાત્રાધામ અંબાજી ખાતે કોરોના રસીકરણની કામગીરી શરૂ
યાત્રાધામ અંબાજી ખાતે કોરોના રસીકરણની કામગીરી શરૂ

  • અંબાજી ખાતે કોરોના રસીકરણની કામગીરી શરૂ
  • 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવી રહી છે રસી
  • દાંતા તાલુકામાં રસીકરણની કામગીરી 50 ટકા જેટલી પૂર્ણ કરાઈ

બનાસકાંઠાઃ પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર તેમજ સુરક્ષા કર્મીઓનું રસીકરણ કરાયું હતું. ત્યારબાદ ફ્રન્ટ લાઈન વોરિર્યસની રસીકરણની કામગીરી પૂર્ણ કર્યા બાદ હવે 60 વર્ષ થી ઉપરના લોકોને રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આજે મંગળવારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને તેમજ 45 વર્ષની ઉંમરથી વધુના નાદુરસ્ત લોકોને પણ રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

યાત્રાધામ અંબાજી ખાતે કોરોના રસીકરણની કામગીરી શરૂ

આ પણ વાંચોઃ ભરૂચ જિલ્લામાં પુરજોશમાં થઇ રહ્યું છે કોરોનાનું રસીકરણ

5500 લોકોને રસી આપવામાં આવી

દાંતા તાલુકામાં આ રસીકરણની કામગીરી 50 ટકા જેટલી પૂર્ણ કરાઈ છે. આ સાથે જે લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો તેમને બીજો ડોઝ પણ આપવામાં આવ્યો હતો. 950 લોકોને રસી આપવામાં આવી છે. જયારે 31 માર્ચ સુધીમાં 12,500 લોકોને રસીકરણના લક્ષ્યાંક સામે હાલ 5500 લોકોને રસી આપવામાં આવી છે. 31 માર્ચ સુધી આ ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.

Last Updated :Mar 23, 2021, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details