અંબાજી:હિંદુઓના નવા વર્ષ વિક્રમ સવંતનો શરુ થઇ ગયો છે. તો બીજી બાજૂ સિંધી સમાજમાં ચેટીચાંદનો પર્વ પણ હતું. હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પણ પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રી શરૂ થતા યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. આ વખતે કોરોનાનું જોર ઘટતા ચૈત્રી નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ માટે મંદિર ખુલ્લું રહેતા મોટી સંખ્યામાં યાત્રિકોનો ધસારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રી શરુ થતા અંબાજી મંદિરના સભા મંડપમાં જવારા સાથેનું ઘટ્ટ સ્થાપન કરવામાં આવ્યું હતું.
ઘટ્ટ સ્થાપન વિધિ:આ ઘટ્ટ સ્થાપનમાં સાત પ્રકાર ના અનાજ મિશ્રિત કરી ને જવેરા વાવવામાં આવ્યા હતા. ઘટ્ટ સ્થાપન વિધિમાં ડેપ્યુટી કલેકટર અને મંદિરના વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ તો વર્ષ માં ચાર નવરાત્રી આવે છે. આસો અને ચૈત્ર માસની બંને નવરાત્રીમાં ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના માટે સર્વ શ્રેષ્ઠ મનાય છે. એટલું જ નહીં આજે ઘટ્ટ સ્થાપના માં જે જવેરા વાવવામાં આવે છે તે નવમાં દિવસે ઉગેલા જોઈને તેની વૃદ્ધિ પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનો અનુમાન કરવામાં આવે છે. શરુ થયેલી ચૈત્રી નવરાત્રી ને લઈ અંબાજી મંદિર માં નવ દિવસ એક વધારાની આરતી પણ કરવામાં આવશે. સવારની મંગળા આરતી બાદ જવેરા સાથે ઘટ્ટ સ્થાપનની આરતી અને સાંજ કાળની આરતી કરવામાં આવશે.
આ પણ વાંચો Ambaji Temple: શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળની રિએન્ટ્રી, ભક્તોમાં અનેરી ખુશી